________________
દશમું વ્રત
૧૭૭
બહારના ક્ષેત્રાદિ સંબંધી મનના વિચારો, વાણીના વ્યવહારો અને કાયાથી થતી આવાગમનની ક્રિયાઓને બંધ કરવી જોઈએ. તેથી તેણે નિશ્ચિત કરેલા ક્ષેત્રની બહાર ફોન, ફેક્સ, ઈ-મેઈલ, કોમ્યુટર, ઈન્ટરનેટ, ટી.વી. કે પત્રાદિ દ્વારા પણ સંબંધ કાપી નાંખવો જોઈએ; તો જ ક્ષેત્ર સંબંધી હિંસાથી બચી શકાય છે. માત્ર તે બહારના ક્ષેત્ર સંબંધી વ્યવહાર ન રાખવો તેટલું જ નહિ, પરંતુ વ્રતપાલનના સમગ્ર સમય દરમિયાન તે બહારના ક્ષેત્ર સાથેના મમત્વને તોડવા પણ શ્રાવકે યત્ન કરવો જોઈએ.
આ રીતે વ્રતનો સ્વીકાર કરી ક્ષેત્રમર્યાદા નક્કી કર્યા પછી, તે ક્ષેત્રથી બહારની વસ્તુની જરૂર પડે તો તેના વિના ચલાવી લેવું તે જ યોગ્ય છે, પણ બીજાની મારફત મંગાવીને તેનો ઉપયોગ કરવો યોગ્ય નથી; કારણ કે, તેમ કરવાથી હિંસાથી બચવાનું વ્રતનું મૂળ લક્ષ્ય જળવાતું નથી. આ વ્રત સંયમ-જીવનની શિક્ષા સ્વરૂપ છે. તેથી જેમ મુનિઓ કોઈપણ ચીજની અપેક્ષા ન રાખતાં ચલાવી લેવાની ભાવનાવાળા હોય છે, તેમ શ્રાવકે પણ એ જ લક્ષ્યથી આ વ્રતનો અભ્યાસ કરવાનો છે.
આ વ્રત પણ અન્ય વ્રતોની જેમ પ્રથમ વ્રતની વાડ સમાન જ છે. આ વ્રતનું લક્ષ્ય પણ સંપૂર્ણ અહિંસકભાવને પ્રાપ્ત કરવાનું છે, અને શ્રાવક જ્યાં સુધી તે તે ક્ષેત્રાદિ સાથેના મમત્વના સંબંધનો ત્યાગ કરી સમભાવમાં કે આત્મભાવમાં સ્થિર થવા યત્ન નથી કરતો, ત્યાં સુધી તે આ લક્ષ્ય સાધી શકતો નથી. * વર્તમાનમાં આ વ્રત ઉપવાસ, આયંબિલ કે એકાસણાનો તપ કરી ૮ સામાયિક તથા દિવસ અને રાતના ૨ પ્રતિક્રમણ કરવા સ્વરૂપે પ્રચલિત છે, પરંતુ આ રીતે પણ વ્રત ધારણ કરતી વખતે ઉપર જણાવેલ વ્રતનું લક્ષ્ય તો ધ્યાનમાં રાખવું જ જોઈએ.
નીચે જણાવેલા આ વ્રતના અતિચારો, વિશેષથી તે તે ક્ષેત્ર સંબંધી વસ્તુ મંગાવવા આદિ વિષયક છે.
લાઈવ - આનયનપ્રયોગ. ક્ષેત્રની મર્યાદા બહારથી નોકરાદિ દ્વારા કોઈ વસ્તુ મંગાવવી, તે ‘આનયનપ્રયોગનામનો પ્રથમ અતિચાર છે.
સવો - શ્રેષ્ઠ પ્રયોગ. મર્યાદિત ક્ષેત્રની બહાર નોકરાદિ દ્વારા વસ્તુ મોકલવી, તે “પ્રખ્યપ્રયોગ' નામનો બીજો અતિચાર છે.