________________
દશમું વ્રત.
અવતરણિકા : હવે દશમા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે
ગાથા :
आणवणे पेसवणे, सद्दे रूवे अ पुग्गलक्खेवे । રેસાવાસિમ્મી, વીર સિવસ્થાવા નિર્વે ૨૮ાા અન્વય સહિત સંસ્કૃત છાયાઃ आनयने प्रेषणे, शब्दे रूरूपे च पुद्गल-क्षेपे । देशावकाशिके द्वितीये शिक्षाव्रते निन्दामि ।।२८॥
ગાથાર્થ :
(ક્ષેત્ર મર્યાદાની બહારથી કોઈ વસ્તુ) મંગાવવી, “મોકલવી, ખોંખારો ખાવો, 'રૂપદર્શન કરાવવું અને કોઈ વસ્તુ ફેંકી પોતાની હાજરી જણાવવી, દેશાવગાશિક નામના બીજા શિક્ષાવ્રતમાં આ પાંચમાંથી કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો હું તેની નિંદા કરું છું.