________________
સૂત્રસંવેદના-૪
પઢમે સિન્ધાવણ નિંદ્દે - પ્રથમ શિક્ષાવ્રતના વિષયમાં લાગેલા પાપની હું નિંદા કરું છું.
સર્વવિરતિના શિક્ષણ માટે સ્વીકારેલા આ વ્રતપાલન દરમ્યાન મન, વચન, કાયાથી કોઈપણ દોષ લાગ્યો હોય, તો તેની હું આત્મસાક્ષીએ નિંદા કરું છું, ગુરુ સમક્ષ ગહ કરું છું અને પુનઃ સુવિશુદ્ધ વ્રતપાલનમાં સ્થિર થવા યત્ન કરું છું. આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે—
૧૭૪
“આ જગતમાં સુખ અને સુખનાં સાધનો ઘણાં છે; પરંતુ તે સર્વ સાધનો કાલ્પનિક અને અલ્પકાળ માટે સુખ આપનારાં છે. જ્યારે સમતાનું સુખ સ્વાધીન છે, ચિરકાળ ટકનાર છે. તે સુખ માણવા માટે કોઈ સાધનની જરૂર પણ નથી. આવા શ્રેષ્ઠતમ સમતાના સુખ સુધી પહોંચી શકાય તે માટે મેં અલ્પકાળ માટે આ સામાયિકવ્રતનો સ્વીકાર કર્યો હતો. 'આ વ્રત સ્વીકારી અણીશુદ્ધ પાળવાની મારી તીવ્ર ભાવના હતી; તો પણ અનાદિ કુસંસ્કારો અને મન, વચન, કાયાની અસ્થિરતાના કારણે આ વ્રત હું અણીશુદ્ધ પાળી શક્યો નથી, અને તે જ કારણે હું સમતાના સુખથી વંચિત રહ્યો છું.
આ મેં ખોટું કર્યું છે, દોષવાન એવી આ મારી જાતને ધિક્કાર છે. ધન્ય છે પુણિયા શ્રાવક અને સુદર્શન શ્રેષ્ઠી જેવા મહાપુરુષોને, જેમણે આ વ્રતને સ્વીકારી, મનને સ્થિર રાખી, અણીશુદ્ધ વ્રતનું પાલન કર્યું છે. આવા મહાપુરુષોનાં ચરણોમાં મસ્તક નમાવી તેમને પ્રાર્થના કરું છું કે- આપના જેવું સત્ત્વ મારામાં પ્રગટે, જેથી હું પણ અખંડપણે આ વ્રતને પાળી સમતાસાગરમાં ઝીલી શકું. આ રીતે વિચારી શ્રાવક પુન: શુદ્ધ સામાયિક વ્રતમાં સ્થિર થવા યત્ન કરે.”