________________
વંદિત્ત સૂત્ર
મોક્ષમાર્ગની જેઓ વિવિધ પ્રકારે ઉત્તમ સાધના કરી રહ્યા છે, તેવા જિનકલ્પિક, સ્થવિરકલ્પિક આદિ સર્વ પ્રકારના સાધુ ભગવંતોને અહીં વંદન કરવામાં આવ્યું છે. જિજ્ઞાસા ? અહીં મંગલાચરણમાં પંચ પરમેષ્ઠીને વંદન કરવાનું કારણ શું ? તૃપ્તિ આ સૂત્રનું ઉચ્ચારણ, દોષોથી મુક્ત થવા અને ગુણયુક્ત બનવા માટે કરાય છે. તેથી અન્ય કોઈને નહીં પણ સર્વદોષથી રહિત અરિહંત ભગવંતો અને સિદ્ધ ભગવંતો તથા દોષમુક્તિ માટે વિશેષ યત્ન કરતા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતોરૂપ પંચપરમેષ્ઠીને જ અહીં વંદન કરવામાં આવ્યું છે. આ વંદન એક મંગલ ક્રિયા છે, જેના દ્વારા વિદ્ગોનો નાશ થાય છે.
પંચ પરમેષ્ઠીને નમસ્કારરૂપ મંગલાચરણ કરીને હવે ઉત્તરાર્ધ દ્વારા બુદ્ધિમાન પુરુષોની સૂત્રના વિષય સંબંધી જિજ્ઞાસાને સંતોષવા માટે, “શ્રાવકધર્મના અતિચારથી પાછા ફરવા' રૂપ વિષય નિર્દેશ કરે છે. રૂછામિ પરિક્ષામાં સાવિધિમાફગારસ - શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોનું હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું.
છામિ - (હું) ઈચ્છું છું. . - આ શબ્દપ્રયોગ દ્વારા શ્રાવક ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવાની પોતાની ઇચ્છા ગુરુ - ભગવંત સમક્ષ રજુ કરે છે. જૈનશાસનની એક મર્યાદા છે કે કોઈપણ કાર્યનો
પ્રારંભ કરતાં પહેલા પોતાની ઇચ્છા ગુરુ ભગવંતને જણાવવારૂપ “ઇચ્છાકાર સમાચારી”નું પાલન કરવું. પ્રતિક્રમણ કરવા ઉત્સુક બનેલો સાધક પણ ‘રૂછમ' શબ્દ દ્વારા ઇચ્છાકાર સામાચારીનું પાલન કરે છે, અને પોતાની ઇચ્છા ગુરુ ભગવંતને જણાવવાનો આનંદ અનુભવે છે.
શ્રાવક સમજે છે કે “શુદ્ધ ક્રિયા વિનાનો ભાવ અને ભાવ વિનાની ક્રિયા, આ બંને વચ્ચે સૂર્ય અને આગિયા જેટલું અંતર છે. ક્રિયાનો વ્યાપ ઘણો હોય, પરંતુ અંતરમાં કોઈ ભાવ ન હોય તો તે ક્રિયા આગિયાના પ્રકાશ જેવી તુચ્છ છે, અને અંતરમાં શુદ્ધ ભાવ હોય પણ ક્રિયા અતિ અલ્પ હોય અથવા ન પણ હોય, તો પણ
6. અરિહંત, સિદ્ધ આદિ પંચ પરમેષ્ઠીનું વિશેષ સ્વરૂપ સૂત્ર.સં. ભા.૧ સૂત્ર-૧માંથી જોઈ લેવું. - 1. સામાચારીની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર સં. ભા. ૧માં સૂત્ર નં. ૩. 8. શિવપૂરા ય માવો, ભાવશૂન્યા રાજિયા ,
अनयोरन्तरं दृष्टं, भानुखद्योतयोरिव ।। - શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રની અર્થદીપિકા ટીકા