________________
સૂત્રસંવેદના-૪
પંદર પ્રકારના સિદ્ધ ભગવંતો. સિદ્ધ થતાં પૂર્વેની અવસ્થાને લક્ષ્યમાં લઈને શાસ્ત્રમાં સિદ્ધ ભગવંતોના પંદર‘ભેદો દર્શાવ્યા છે, તે સર્વ ભેદોમાં તીર્થંકર તરીકે મોક્ષમાં જનારા અરિહંત ભગવંતોનો પણ એક ભેદ તરીકે સમાવેશ થાય છે. તેથી જ્યારે સસિદ્ધે કહીએ ત્યારે અરિહંત અને સિદ્ધ ભગવંતોને વંદન કરવામાં આવે છે.
૨૮
સ શબ્દ પ્રાકૃત છે. તેની સંસ્કૃત છાયા જેમ સર્વ થાય તેમ સાર્વા પણ થાય. પૂર્વે સર્વ પ્રમાણે અર્થ કર્યો, હવે સર્વા પ્રમાણે અર્થ કરીએ તો સાર્વાનો અર્થ છે ‘જેઓ સર્વ વસ્તુને જાણે અથવા સર્વનું હિત કરે' તે. આમ ‘સ’ શબ્દથી સર્વ પ્રાણીઓનું હિત કરવાની જેમની ભાવના હોય છે, અને એ ભાવનાના પરિપાકરૂપે જ સંસારસાગરને તરવા માટે ધર્મતીર્થરૂપી શ્રેષ્ઠ જહાજની જેમણે સ્થાપના કરી હોય તે અરિહંતોને વંદન કરવામાં આવ્યું છે; અને ‘સિદ્ધે’ શબ્દ દ્વારા સિદ્ધ ભગવંતોને વંદન કરવામાં આવ્યું છે. આમ ‘સસિદ્ધે’ પદ દ્વારા અરિહંત અને સિદ્ધભગવંતોને વંદના કરવામાં આવી છે.
ધમ્મારિ ગ - ધર્માચાર્યોને (વંદન કરીને).
અરિહંત ભગવાનની અનુપસ્થિતિમાં જેઓ શાસનની ધુરા વહન કરે છે, શ્રુત અને ચારિત્રધર્મને આચરે છે, સૂત્રના રહસ્યભૂત અર્થની દેશના દ્વારા જેઓ ચતુર્વિધ સંઘને ધર્મનું દાન કરે છે અને પોતાના ઉત્તમ પંચાચારના પાલન દ્વારા જેઓ અનેક જીવોને ધર્મ તરફ આકર્ષે છે, તેવા ધર્માચાર્યોને વંદન ક૨વામાં આવ્યું છે. ઉપરાંત ‘’ શબ્દથી ઉપાધ્યાય ભગવંતો કે જેઓ વિનયના ભંડાર છે, આગમશાસ્ત્રોના જ્ઞાતા છે અને શિષ્યોને સૂત્ર અને અર્થનું પ્રદાન કરનાર છે, તેઓને વંદન કરવામાં આવ્યું છે.
साहू તથા સર્વ સાધુઓને (વંદન કરીને)
-
4. સિદ્ધના ૧૫ ભેદો : ખિળ અનિળ તિત્વઽતિસ્થા શિપ્તિ અન્ન સતિ થી નર નપુંસા । પત્તેયં સર્વવ્રુન્દા, બુદ્ધવોદિવ કળિા ય ।।।। નવતત્ત્વ ।।
જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, ગૃહસ્થલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, સ્વલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ.
5. ‘સર્વ વસ્તુ વિતિ સર્વેો હિતા વેતિ સાર્વા: તીર્થભૃત:, - સવ્વ શબ્દનો આ રીતે સાર્વો અર્થ કરવામાં આવે તો તેના દ્વારા અરિહંતો ગ્રહણ કરી શકાય છે અથવા સર્જા શબ્દનો સર્વ સિદ્ધભગવંતો એવો અર્થ કરાય, જેમાં અરિહંતનો સમાવેશ થઈ જાય. -વન્દારૂવૃત્તિ