________________
૨૦૦
સૂત્રસંવેદના-૪
તવ-વર-વેર-સાહૂ! - જેઓ બાર પ્રકારના તપમાં સદા ઉઘત છે તથા ચરણ=ચરણસિત્તરી અને કરણ=કરણસિત્તરી" થી યુક્ત છે, તેવા સુસાધુ પધાર્યા હોય, અને તોપણ દાન ન આપ્યું હોય, તો દોષ લાગે છે.
જે મુનિભગવંતો બાર પ્રકારના તાપમાં રક્ત છે અર્થાત્ શક્તિ અનુસાર બાહ્ય અને અત્યંતર તપમાં સદા ઉજમાળ રહે છે; પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવચ્ચ વગેરે સિત્તેર પ્રકારે જે ચારિત્રધર્મની સુંદર આરાધના કરે છે; વળી, સંયમમાર્ગની પોષક સિત્તેર પ્રકારની ક્રિયાને જેઓ અપ્રમત્તભાવે આચરી રહ્યા છે, તેવા મુનિભગવંતો દાન માટે સુપાત્ર છે; પરંતુ 8. બાર પ્રકારના તપનું વર્ણન ‘નામિ' સૂત્રમાંથી જોવું. 9. “ચરણસિત્તરી એટલે ૭૦ પ્રકારનો ચારિત્ર ધર્મ. ૫ મહાવ્રત
- “સૂત્ર સંવેદના ભાગ-૧માં સૂત્ર નં. રમાં જોવું.' ૧૦ યતિધર્મ
સૂત્ર સંવેદના ભા-૧માં સૂત્ર નં ૨ તથા ૩ જોવું.' ૧૭ પ્રકારનું સંયમ - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વન, બેઈન્દ્રિય,
તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય અને અજીવની રક્ષા કરવી; પરિષ્ઠાપના", પ્રમાર્જના", પ્રતિલેખના, તથા
ઉપેક્ષા", મન, વચન, કાયાનો શુભ વ્યાપાર ૧૦ પ્રકારની વૈયાવચ્ચ - આચાર્ય, ઉપાધ્યાય,સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક,
કુળ, ગણ અને સંઘ,આ દેશની સેવા-સુશ્રુષા કરવી. ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨' જુઓ. ૩ જ્ઞાનાદિ ત્રિક - જ્ઞાન-દર્શન-ચારિત્ર ધર્મ ૧૨ પ્રકારનો તપ - “નાભિ' સૂત્ર જુઓ. ૪ કષાયોનો નિગ્રહ - ચાર કષાયના સ્વરૂપ માટે જુઓ સૂત્ર સંવેદના ભા-૧માં ૭૦
પંચિંદિય સૂત્ર 10. “કરણસિત્તરી એટલે ૭૦ પ્રકારનો ક્રિયારૂપ ધર્મ
૪ પિંડ વિશુદ્ધિ - આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા નિર્દોષ મેળવવી. ૫ ઈન્દ્રિયોનો નિરોધ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨'જુઓ. ૫ સમિતિ - “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨' જુઓ ૧૨ ભાવના - અનિત્ય, અશરણ વગેરે બાર ભાવના ભાવવી. ૧૨ પ્રતિમા - શ્રમણની બાર પ્રકારની વિશિષ્ટ સાધના કરવી. ૨૫ પ્રતિલેખના - વસ્ત્ર, પાત્રને જોઈ, જીવરહિત કરી વાપરવું. ૩ ગુપ્તિ
- “સૂત્ર સંવેદના ભાગ-૧ સૂત્ર નં. ૨' જુઓ ૪ અભિગ્રહ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવવિષયક અભિગ્રહ કરવા.
૧૫
૭૦