________________
બારમું વ્રત
૨૦૧
જેઓએ સાધુનો વેષ પહેર્યો છે, રજોહરણ રાખે છે, પરંતુ ઉપર જણાવેલ તપ, સંયમ કે ક્રિયામાર્ગને આરાધતા નથી, તેવા પાર્શ્વસ્થ આદિ સાધુઓ કુગુરુ છે. તે દન માટે સુપાત્ર ગણાતા નથી.
સુપાત્ર એવા સાધુભગવંતો વિદ્યમાન હોય તો પણ પ્રમાદથી, લોભથી કે પરીક્ષા કરવાની ઉપેક્ષાથી-સુસાધુને દાન ન આપે તો શ્રાવક માટે દોષ છે.
સુપાત્રની ઓળખાણ આપ્યા પછી હવે દાન આપવા યોગ્ય વસ્તુ કેવી હોવી જોઈએ, તે જણાવે છે
સંત પાસુમરા - અને દાનયોગ્ય પ્રાસકા વસ્તુ હોતે છતે. દાન આપવા યોગ્ય વસ્તુ પ્રાસુક એટલે જીવ વિનાની (અચિત્ત), અને આહાર સંબંધી શાસ્ત્રમાં બતાવેલા ૪ર દોષ વિનાની નિર્દોષ જોઈએ. આવી વસ્તુ ઘરમાં હાજર હોય અને સુપાત્ર સાધુભગવંતો પધાર્યા હોય, આમ છતાં પ્રમાદ, કૃપણતા, ઉપયોગશૂન્યતા, અન્યમનસ્કતા, અન્ય કાર્યમાં વ્યગ્રતા આદિ દોષોને કારણે સુપાત્રમાં દાન ન આપ્યું હોય, તો તે શ્રાવક માટે અપરાધ છે; કેમ કે તે પોતાના કર્તવ્યથી ચૂક્યો છે, પોતાના હિતને તેણે દૂર હડસેલ્યું છે. પ્રાપ્ત થયેલી પુણ્યપળોને તેણે ગુમાવી દીધી છે. માટે આવા દોષની નિંદા કરતાં હવે કહે છે - - તં નિવે નં રિફામિ - તેની હું નિંદા કરું છું અને ગહ કરું છું.
સુપાત્રદાનની વિધિમાં પાત્ર-અપાત્રની પરીક્ષા ન કરી હોય, સુપાત્રમાં કરુણાબુદ્ધિ કરી હોય કે અપાત્રમાં ભક્તિભાવ કર્યો હોય, અકારણ અશુદ્ધ આહાર આપ્યો હોય : આ સર્વ, આ વ્રતવિષયક અતિચાર છે. આવા કોઈ પણ ષિનું આસેવન થયું હોય તો તે પાપની આત્મસાક્ષીએ નિંદા કરું છું અને ગુરુ મિક્ષ ગહ કરું છું.'
સુપાત્રદાન માટે ત્રણ ચીજ જરૂરી છે - ચિત્ત, વિત્ત અને પાત્ર. સંયમી મહાત્માઓ સુપાત્ર છે, નિર્દોષ આહાર તે વિત્ત છે, અને દાન આપવાને યોગ્ય ભાવના, અધ્યવસાય, કે સંવેદના તે ચિત્ત છે. આ ત્રણનો સુયોગ સાંપડે તો એક પર પણ કરેલું દાન શાલિભદ્ર જેવી સાહ્યબી અને તે સાહ્યબી પ્રત્યેની આસક્તિ વેના તેના ત્યાગની શક્તિ પ્રગટાવે છે. જ્યારે કોઈકવાર આ ત્રણનો સુયોગ ન 1. વિધિ દ્રવ્ય-વાતૃ-પાત્ર વિશેષાત્ તત્ વિશેષઃ |૭-૩૪ || - તત્ત્વાર્થાધિગમ સૂત્ર