________________
ભૂમિકા
ઉપાય સ્વરૂપ પ્રતિક્રમણની તો ઇચ્છા જ કયાંથી હોય ? હા ! ક્યારેક પાપથી દુઃખ આવે છે તેવું સાંભળી આવા જીવો દુઃખના ડરથી પાપશુદ્ધિને ઇચ્છે, અને ક્યારેક તે માટે પ્રવૃત્તિ પણ કરતા હોય આમ છતાં તેઓ માત્ર ભૌતિક દુઃખથી છૂટવા જ પ્રતિક્રમણ કરે છે. તેથી તેઓ હકીકતમાં પ્રતિક્રમણના અધિકારી
નથી.
અહીં એટલું ખાસ ધ્યાનમાં રાખવું કે પ્રતિક્રમણના અધિકારી આ સર્વે છે, આમ છતાં આત્મશુદ્ધિરૂપ ફળની અપેક્ષાએ વિચારીએ તો, જેઓની ભાવશુદ્ધિ વિશેષ, સત્ત્વ અને સમજની માત્રા અધિક, તેઓ પ્રતિક્રમણ દ્વારા વિશેષ વિશેષ પ્રકારની શુદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. નીચેની ભૂમિકાવાળા પણ જો મનને એકાગ્ર કરી પશ્ચાત્તાપની ભાવનાને તીવ્ર કરી, દૃઢ સત્ત્વ સાથે પ્રતિક્રમણ કરે, તો દૃઢપ્રહારી, અઈમુત્તા મુનિ આદિની જેમ પૂર્ણ શુદ્ધિ પામી શકે છે.
અહીં એ પણ ખાસ ધ્યાનમાં લેવું કે જેમણે ભાવથી વ્રત, નિયમો સ્વીકાર્યા છે અને પ્રમાદાદિ દોષોને કારણે તેની મર્યાદા ચૂકી ગયા છે, તેવા જ જીવો પ્રતિક્રમણના અધિકારી છે તેવું નથી, પરંતુ વ્રત, નિયમના ભાવ સુધી પહોંચવા માટે જેણે દ્રવ્યથી નિયમો સ્વીકાર્યા છે, અને તેમાં દોષો થઈ ગયા છે, અથવા વિત, નિયમ સ્વીકાર્યા પણ નથી, પરંતુ વિષય-કષાયની આધીનતાથી થયેલાં પાપો જેને ખટકે છે, તેવા સર્વ જીવો પણ પ્રતિક્રમણના અધિકારી છે. . આનો અર્થ એ થયો કે જેઓ પોતાની બુદ્ધિ અને ક્ષયોપશમને અનુસાર પાપને જાણે છે, જાણીને પાપથી અટકવાની જેની ભાવના છે, ભાવનાને અનુસાર પ્રયત્નશીલ પણ છે; આથી દિવસ દરમ્યાન પોતાનાથી થતાં પાપોની નોંધ લે છે, મન-વચન-કાયા ઉપર સતત ચોકી રાખે છે, ન બોલવાનું બોલાઈ ન જાય, ન આચરવાનું આચરાઈ ન જાય અને ન વિચારવાનું વિચારાઈ ન જાય તે માટે સતત જેઓ સજાગ રહે છે, સજાગતા છતાં જે પાપ થઈ જાય છે તેની ક્ષમા માંગી ઉત્તરોત્તર આત્માની સુવિશુદ્ધ અવસ્થાને પામવાની જેઓની તાલાવેલી છે, તેઓ પ્રતિક્રમણના અધિકારી છે; પરંતુ જેઓ પાપને પાપરૂપે
સ્વીકારતા નથી, પાપથી શુદ્ધ થવાની તેમની ભાવના પણ નથી, માત્ર “બધા - કરે છે માટે આપણે કરીએ, પ્રતિક્રમણ કરીશું તો કાંઈક ભલું થશે.” એવી લોકસંજ્ઞા કે ઓઘસંજ્ઞાવાળા જીવો સાચા અર્થમાં પ્રતિક્રમણના અધિકારી નથી. તો પણ ભાવદયાથી પવિત્ર અંત:કરણવાળા ગુરુભગવંતો આવા જીવોને