________________
૧૨
સૂત્રસંવેદના-૪
પ્રતિક્રમણનો નિષેધ કરતા નથી. તેઓ સમજે છે કે અનાગ્રહી જીવો આ રીતે પણ આવશે તો ક્યારેક તેમને સાચું સમજાવી શકાશે. વળી પ્રજ્ઞાપનીય કક્ષાના આ જીવો ક્યારેક પણ સમજીને વિધિમાર્ગ સ્વીકારશે, તો આ રીતે પણ તેમનું આત્મકલ્યાણ થઈ શકશે. આથી ગુરુ ભગવંતો આવા જીવોને પણ અટકાવતા નથી; પરંતુ વિધિમાર્ગની જે ભારોભાર ઉપેક્ષા કરે છે, જેવું તેવું પણ કરીએ તો ચાલે, તેવું માનનારા તો પ્રતિક્રમણના અધિકારી જ નથી. તેથી તેમને પ્રતિક્રમણ ન આપવું એ જ યોગ્ય છે.
પ્રતિક્રમણ શેનું કરવાનું ?
पडिसिद्धाणं करणे, किच्चाणमकरणे अ पडिक्कमणं,
असद्दहणे अ तहा, विवरीअ परूवणाएं अ ||૪૮૫ પ્રતિક્રમણ પાપનું કરવાનું છે, અને પાપનાં ચાર સ્થાન છે
:
૧. ભગવાને જેનો નિષેધ કર્યો છે તેવાં હિંસા, જૂઠ આદિ પાપનાં અઢાર સ્થાનકો છે, તેનું સેવન કરવું તે પાપ છે.
૨. પોતપોતાની ભૂમિકા પ્રમાણે જે જે કર્તવ્ય કરવા યોગ્ય છે, તે ન કરવાં તે પાપ છે.
૩. ભગવાને દર્શાવેલાં તત્ત્વો, આદર્શો પ્રત્યે મનમાં થયેલી અશ્રદ્ધા, તે પાપ છે. ૪. સર્વજ્ઞના વચનથી વિપરીત પ્રરૂપણા કરવી, તે પાપ છે.
આ ચારે પ્રકારનાં પાપોનું પ્રતિક્રમણ કરવાનું છે, અને તેની વિશેષ સમજ ‘વંદિત્તુ' સૂત્રમાંથી મેળવી શકાશે.
પ્રતિક્રમણ ક્યારે કરવાનું ?
ઉત્સર્ગ માર્ગે દૈવસિક પ્રતિક્રમણનો કાળ, સૂર્યાસ્ત થાય ત્યારે ‘પગામ સિજ્ઝાય' કે ‘વંદિત્તુ' સૂત્ર બોલાય તે છે. રાત્રિક પ્રતિક્રમણ સવારે દશ પ્રતિલેખના કર્યા પછી સૂર્યોદય થાય તેવા સમયે કરવાનું વિધાન છે.
અપવાદ માર્ગે તો દિવસના ત્રીજા પ્રહરથી માંડી અર્ધ રાત્રિ અર્થાત્ રાત્રિના બે પ્રહર પૂરા થાય ત્યાં સુધીમાં દૈવસિક પ્રતિક્રમણ, અને રાત્રિના ત્રીજા પ્રહરથી
7. ये त्वपुनर्बन्धकादि भावमप्यस्पृशन्तो विधिबहुमानादिरहिता गतानुगतिकतयैव चैत्यवन्दनाद्यनुष्ठानं कुर्वन्ति ते सर्वथाऽयोग्या एवेति व्यवस्थितम् ।।१३।। - योगविंशिकावृत्तौ