________________
૧૩
ભૂમિકા
દિવસના બીજા પ્રહર સુધી રાત્રિક પ્રતિક્રમણ થઈ શકે છે. ટૂંકમાં રાતના લગભગ ૧૨-૩૦ થી દિવસના ૧૨-૩૦ વાગ્યા સુધી રાત્રિક પ્રતિક્રમણ, અને દિવસના ૧૨-૩૦ થી રાતના ૧૨-૩૦ સુધી દૈવસિક પ્રતિક્રમણ થઈ શકે છે. જોકે આવશ્યક ચૂર્ણિમાં જણાવ્યું છે કે રાત્રિ પ્રતિક્રમણ ‘બહુપડિપુત્રા પોરિસી’ સુધી કરાય છે, પણ વ્યવહાર સૂત્રમાં જણાવ્યું છે કે પુરિમુદ્ઘ (મધ્યાહ્ન) સુધી રાત્રિ પ્રતિક્રમણ કરાય.
પાક્ષિક વગેરે ત્રણ પ્રતિક્રમણો તો અનુક્રમે પખવાડીયાને અંતે, ચાર મહિનાને અંતે અને વર્ષના અંતે ક૨વાનાં છે. તેમાં પક્ષી પ્રતિક્રમણ દર ચૌદશે, ચાતુર્માસિક પ્રતિક્રમણ અષાઢ, કારતક અને ફાગણ મહિનાની સુદ ચૌદશે અને સાંવત્સરિક પ્રતિક્રમણ ઔદયિક ભાદરવા સુદ ચોથના દિવસે થાય છે.
પ્રતિક્રમણ ક્યાં કરવાનું ?
જ્યાં પ્રતિક્રમણ કરવાનું હોય તે સ્થાન સ્ત્રી, પશુ, નપુંસક વગેરેની અવરજવરથી રહિત હોવું જોઈએ; તેમ જ ત્યાં કીડી વગેરે જીવોની વિશેષ ઉત્પત્તિ, ઉપદ્રવ ન હોવો જોઈએ. આવા સ્થાનમાં શ્રી ગુરુભગવંતની સમક્ષ પ્રતિક્રમણ કરવાનું છે; કારણ કે, ગુરુભગવંતની હાજરી આત્માના ઉત્સાહ
વીર્યને વધારે છે અને પ્રતિક્રમણમાં થતા પ્રમાદને રોકે છે. ‘શ્રાદ્ધ વિધિ' આદિ ગ્રંથમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જો ૧૨ગાઉ સુધી ગુરુનિશ્રા મળે તો ગુરુની હાજરીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ, અને જ્યારે સાક્ષાત્ ગુરુભગવંતની હાજરી ન હોય ત્યારે પણ પુસ્તકાદિ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપકરણમાં ગુરુભગવંતની સ્થાપના કરી સાક્ષાત્ ગુરુભગવંત હાજર છે, તેવા ભાવપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ.
પ્રતિક્રમણની સફળતા માટે આ સર્વ બાબતોને ધ્યાનમાં રાખવા ઉપરાંત પ્રતિક્રમણની પ્રત્યેક ક્રિયા કરતાં કઈ મુદ્રામાં કાયાને સ્થિર કરવી, ક્રિયાકાળે વપરાતાં સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કઈ રીતે કરવું, તે દ્વારા તેના ભાવ સુધી કઈ રીતે પહોંચવું અને તે સમયે મનને કયા ધ્યાનમાં સ્થિર કરવું તે સર્વ વિગતની માહિતી મેળવી તે માટે ખાસ પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભાવપૂર્ણ પ્રતિક્રમણ કરી આત્મશુદ્ધિ પ્રાપ્ત કરી
શકાય.
આ ભાવ સુધી પહોંચવા ઘણા સૂત્રોના અર્થ હું સૂત્ર સંવેદના ભા. ૧-૨ માં જણાવી ચૂકી છું. પ્રતિક્રમણમાં આવતાં અમુક સૂત્રોના અર્થ ભાગ-૩માં હવે