________________
સૂત્રસંવેદના-૪
અધિકારી માને છે. તેઓમાં વિરતિનો પરિણામ નથી, છતાં પણ તેઓ પાપને પાપરૂપે સમજે છે, પાપથી પાછા ફરી આત્મશુદ્ધિની તેમની ભાવના હોય છે, અને ભાવનાને અનુરૂપ તેઓનો પ્રયત્ન પણ હોય છે; તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરનાર વ્યવહારનય અપુનબંધક અને સમ્યગુદૃષ્ટિને પણ પ્રતિક્રમણના અધિકારી માને છે.
ચોથા ગુણસ્થાનકવાળા અવિરત સમ્યગુદૃષ્ટિની હાલત તો એવી હોય છે કે તેમને પાપની સૂક્ષ્મ સમજ હોય છે, તેઓ તે પાપોનાં ફળને સારી રીતે જાણતા પણ હોય છે; પણ ચારિત્રમોહનીયકર્મની બેડીથી તે એવા બંધાયેલા હોય કે પાપથી અટકવાના માર્ગે તેઓ એક કદમ પણ ઉઠાવી શકતા નથી. આવા જીવોને પાપ કરવાની રુચિ નથી હોતી, પાપ પ્રત્યે તેમને તીવ્ર તિરસ્કાર અને ધૃણા હોય છે, પાપથી છૂટવાની તીવ્ર ભાવના હોય છે, અને તે માટે પ્રયત્ન પણ કરતા હોય છે; પરંતુ અવિરતિના ઉદયના કારણે કે સત્ત્વની અલ્પતાને કારણે તેઓ જાત ઉપર તેવા પ્રકારનું નિયંત્રણ નથી લાવી શકતા; આમ છતાં પાપથી પાછા ફરવાની તેમની ભાવનાને લક્ષ્યમાં રાખી વ્યવહારનય અવિરત સમ્યગુદૃષ્ટિને પણ પ્રતિક્રમણના અધિકારી માને છે.
આનાથી નીચેની ભૂમિકામાં રહેલા અપુનબંધક જીવોને તો પાપની પૂર્ણ સમજ પણ નથી, મિથ્યાત્વના ઉદયને કારણે સૂક્ષ્મ પાપોને તો તેઓ પાપરૂપે જોઈ પણ નથી શકતા; તો પણ જેટલા અંશે તેમનું મિથ્યાત મંદ પડ્યું હોય, અને પરિણામે બોધની જે થોડી પણ નિર્મળતા પ્રાપ્ત થઈ હોય, તેટલા અંશે તેઓ પાપને પાપરૂપે સ્વીકારે છે. કદાચ તે પાપ કરવું પડે તો પણ તેઓ તીવ્ર ભાવે (‘પાપ કરવામાં વાંધો નહિ એવું માનીને) પાપ નથી કરતા. વળી તેઓ ભાવથી વ્રત નથી સ્વીકારી શકતા, પણ જે દ્રવ્ય અભિગ્રહોનું પાલન કરે, તેમાં કયાંય પણ સ્કૂલના થઈ હોય તો તે દોષો પ્રત્યે તેમને જુગુપ્તા હોય છે, સતત પાપથી છૂટવાની ભાવના હોય છે; આથી વ્યવહારનય તો આવા અપુનબંધક જીવોને પણ પ્રતિક્રમણ કરવાના અધિકારી માને છે.
અપુનબંધકથી નીચેની ભૂમિકાના જીવોમાં મિથ્યાત્વનો ગાઢ ઉદય પ્રવર્તતો હોય છે, તેથી તેઓ પાપને પાપરૂપે સમજી શકતા નથી. તેથી તેઓને પાપથી મુક્ત થઈ આત્મિક સુખ મેળવવાની ઇચ્છા પણ નથી થતી. જ્યાં આત્મિક સુખની જ ઇચ્છા ન હોય ત્યાં પાપથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાના