SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - ભૂમિકા પાપ તરીકે સમજે છે, સમજીને જ તેમણે સર્વથા પાપનો ત્યાગ કર્યો હોય છે; આમ છતાં પ્રમાદાદિ દોષના કારણે ક્યારેક વ્રતમાં મલિનતા આવે તેવી પાપપ્રવૃત્તિ તેમનાથી પણ થઈ જાય છે. ભવભ્રમણના ભયને કારણે સાધુને જ્યારે પોતાની આવી ભૂલ સમજાય છે, ત્યારે પોતાના અતિચાર આપાદક વિચારો કે વર્તન પ્રત્યે ભારોભાર પસ્તાવો થાય છે. આ અતિચારોથી પાછા વળવા તેઓ પ્રતિક્રમણની વિશિષ્ટ ક્રિયા કરે છે, અને તેના દ્વારા મલિન બનેલાં વ્રતોને શુદ્ધ કરી પુનઃ વ્રતની મર્યાદામાં સ્થિર થાય છે. તેથી નિશ્ચયનય આવા પ્રમત્ત સંયતને પ્રતિક્રમણના અધિકારી તરીકે સ્વીકારે છે. પાંચમાં ગુણસ્થાનકવર્તી દેશવિરતિધર આત્માઓ પણ પોતાની શક્તિ અનુસાર વ્રતો સ્વીકારે છે, અને તેના પરિણામને પણ સ્પર્શી શકે છે. તેઓમાં પાપની પૂરી સમજ હોવા છતાં કર્મની પરતંત્રતાને કારણે તેઓ પાપથી સંપૂર્ણપણે વિરામ પામી શકતા નથી. છતાં પોતાની શક્તિ અનુસાર માત્ર થોડા પાપથી અટકે છે, પરંતુ ઘણાં પાપની તેઓને છૂટ હોય છે. ગૃહસ્થજીવન જીવતાં તેઓથી જે પાપ થાય છે, અથવા તેમને જે પાપ કરવાં પડે છે, તે પાપ આ જીવોને શલ્યની જેમ ખૂંચે છે. તેનાથી શુદ્ધ થવાની તેમને તીવ્ર ભાવના હોય છે. તેથી જ્યારે જ્યારે તેમનાથી પાપ થઈ જાય કે વ્રતમાં મલિનતા આવે, ત્યારે ત્યારે આ જીવો પ્રતિક્રમણ દ્વારા શુદ્ધિ કરી પુનઃ વ્રતની મર્યાદામાં આવવા પ્રયત્ન કરે છે. ચારિત્રમોહનીય કર્મનો તેવા પ્રકારનો ક્ષયોપશમ હોવાને કારણે તેઓને આમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે. આથી આવા જીવોને પણ નિશ્ચયનય પ્રતિક્રમણના અધિકારી તરીકે સ્વીકારે છે. નિશ્વય નયથી પ્રતિક્રમણના અધિકારીનું પણ ઉત્સર્ગ અને અપવાદથી પ્રતિક્રમણ: નિશ્ચયનયથી દેશવિરતિધર કે સર્વવિરતિધરને પ્રતિક્રમણના અધિકારી તો કહેવાય છે, પણ જ્યારે આ લોકોનું પ્રતિક્રમણ પણ અકરણના નિયમપૂર્વકનું થાય એટલે કે જે પાપનું પ્રતિક્રમણ કર્યું હોય તે પાપ જો ફરી ન જ થાય, તો તે પાપવિષયક તેમનું પ્રતિક્રમણ ઉત્સર્ગથી પ્રતિક્રમણ કહેવાય. કયારેક આવા મહાપુરુષો માટે પણ એવું બને કે અનાદિના કુસંસ્કારોથી પ્રતિક્રમણ કર્યા પછી પણ ફરી તેવા જ પાપનું સેવન થઈ જાય, પરંતુ પશ્ચાત્તાપ આદિના પરિણામથી જો તેઓ પ્રતિક્રમણ કરી શુદ્ધ થવાનો પ્રયત્ન કરે, તો તેઓનું પ્રતિક્રમણ અપવાદથી પ્રતિક્રમણ કહેવાય. વ્યવહારનયથી પ્રતિક્રમણના અધિકારી : વ્યવહારનય તો યોગનાં કારણોને પણ યોગરૂપે સ્વીકારે છે. તેથી તે અપુનબંધક કે સમ્યગુદષ્ટિ જીવોની રુચિ અને ભાવનાને લક્ષ્યમાં રાખી, તેમને પણ પ્રતિક્રમણના
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy