________________
સૂત્રસંવેદના-૪
જડ એવાં બાહ્ય તત્ત્વોને પોતાના સુખ-દુઃખનાં કારણ માની જીવ અનાદિકાળથી આ સંસારમાં ભ્રાન્ત બની ભમી રહ્યો છે. તેમાં કર્મની કાંઈક લઘુતા પ્રાપ્ત થતાં, કાળ પરિપક્વ થતાં, જ્યારે જીવને એવી સમજણ પ્રાપ્ત થાય છે કે પૌદ્દગલિક વસ્તુઓની પ્રાપ્તિ કે અપ્રાપ્તિથી પોતે સુખી કે દુઃખી નથી, પરંતુ પોતાના સુખદુઃખનું કારણ તો પોતાના જ ગુણ કે દોષ છે, અથવા પોતાના જ શુભ-અશુભ ભાવો કે શુભ-અશુભ પ્રવૃત્તિ છે, ત્યારે તેની દિશા બદલાય છે. સંસા૨ તરફનું તેનું વલણ પલટાય છે, આત્માને દુષિત કરનારા દોષો જ મારા દુઃખનું કારણ છે એવો વિવેક પ્રાપ્ત થાય છે. તેથી તેને દોષોની ખટક પેદા થાય છે, અને દોષોથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાની ભાવના જાગે છે. આવી ભાવનાવાળા જીવને શાસ્ત્રીય પરિભાષામાં અપુનર્બંધક કહેવાય છે. અહીંથી પ્રારંભી છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવો પ્રતિક્રમણના અધિકારી છે.
જિજ્ઞાસા : અપુનર્બંધકની નીચેની કક્ષાના જીવોં કે પ્રમત્ત સંયંતથી ઉપરના જીવો પ્રતિક્રમણના અધિકારી કેમ નથી ?
.
તૃપ્તિ : અપુનર્બંધકની નીચેની કક્ષાના જીવોમાં તો આત્માની ઓળખ કે આત્માને શુદ્ધ કરવાની ભાવના જ પ્રગટી નથી હોતી, તેથી તેઓ વાસ્તવમાં પ્રતિક્રમણના અધિકારી નથી. જ્યારે પ્રમત્ત સંયતથી ઉપરની કક્ષાના સાધકોમાં પ્રમાદાદિ દોષો નથી માટે તેમના જીવનમાં સ્વીકારેલા વ્રતમાં કોઈ અતિચારો કે દોષોની સંભાવના નથી, રહેતી. તેથી પ્રમત્ત સંયતથી ઉપરના અપ્રમત્ત સંયતો આવા પ્રકારના (પાપથી પાછા ફરવા રૂપ) પ્રતિક્રમણના અધિકારી નથી નિશ્ચયનયથી પ્રતિક્રમણના અધિકારી :
આપણે શરૂઆતમાં જ જોયું કે પ્રતિક્રમણની આ ક્રિયા આત્મશુદ્ધિની ક્રિયા હોઈ તે અધ્યાત્મની કે યોગમાર્ગની ક્રિયા બની જાય છે.
નિશ્ચયનયની દૃષ્ટિથી યોગના અધિકારીઓના આધારે જો પ્રતિક્રમણના અધિકારીની વિચારણા કરીએ તો દેશવિરતિધર કે સર્વવિરતિધર મહાત્માઓ જ પ્રતિક્રમણના અધિકારી છે; કેમ કે પાપથી અટકવાનો પરિણામ વિરતિરૂપ છે; અને આ વિરતિનો પરિણામ તેવા પ્રકારના ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી જ પ્રાપ્ત થાય છે. વળી આવો ક્ષયોપશમ પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવર્તી દેશવિરતિધર કે સર્વવિરતિધરમાં જ સંભવે છે. તેથી નિશ્ચિયનયના મતે તેઓ જ પ્રતિક્રમણના અધિકારી છે.
ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમને વરેલા સર્વવિરતિધર મહાત્માઓ પાપને