________________
ભૂમિકા
આવશ્યકમાં મનને શુભધ્યાનમાં સ્થિર કરે છે, વાણીને મૌન દ્વારા સ્થિર કરે છે, અને કાયાને ચોક્કસ આસનમાં સ્થિર કરવા દ્વારા કાયાનો ત્યાગ કરે છે. આ રીતે ત્રણે યોગોને સ્થિર કરી આંતર નિરીક્ષણ દ્વારા બાકી રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે, અને મહાપુરુષોનું આલંબન લઈ પોતાની ચિત્તભૂમિકાને એવી તૈયાર કરે છે કે પુનઃ તેવું પાપ થાય જ નહિ.
આમ છતાં ચંચળ મન નિમિત્ત મળતાં પુનઃ પાપમાં જોડાઈ ન જાય તે માટે પાંચ આવશ્યકને અંતે સાધક, જાતને પાપથી સુરક્ષિત કરવા પાપ સંબંધી, “પચ્ચકખાણ” નામનું છઠું આવશ્યક કરે છે. પૂર્વનાં પ્રતિક્રમણ અને કાયોત્સર્ગ એ બે આવશ્યકો દોષોની શુદ્ધિ માટે હતાં, જ્યારે આ આવશ્યક વિરતિના ગુણને ધારણ કરાવનારું છે. આ આવશ્યકમાં ચૌવિહાર આદિ પચ્ચખાણ કરી સાધક આહાર-પાણીમાં જતા મનનો વિરોધ કરે છે, અને દેશાવગાસિકનું પચ્ચકખાણ કરી. દુનિયાભરની પાપપ્રવૃત્તિઓનો સંકોચ કરે છે. - આ રીતે વર્તમાનનું પ્રતિક્રમણ છએ આવશ્યકના સમૂહરૂપ છે. પ્રતિક્રમણનો અધિકારી :
પ્રતિક્રમણ એ આત્મશુદ્ધિનું એક અનન્ય સાધન છે, એવી સમજ પ્રાપ્ત થતાં જ આત્મશુદ્ધિના ચાહકને સહેજે જાણવાની ઇચ્છા થાય કે આ પ્રતિક્રમણ કોણ કરી શકે ? પ્રતિક્રમણનો અધિકારી કોણ છે ? કેમ કે વિચારક વ્યક્તિ સમજે છે કે જે કાર્ય માટે જે અધિકારી હોય, તે જો તે કાર્ય કરે તો જ તેને સફળતા મળે. આથી કાર્ય કરતાં પહેલાં અધિકારી સંબંધી વિચારણા કરવી અનિવાર્ય બની જાય છે. - સામાન્યથી વિચારણા કરીએ તો જેઓમાં પાપ થવાની સંભાવના હોય અને જેઓ તે પાપથી મલિન બનેલા આત્માને શુદ્ધ કરવાની ભાવના ધરાવતા હોય, તેવા અપુનબંધકથી માંડી પ્રમત્ત સંયત સુધીના સર્વે સાધકો પ્રતિક્રમણના અધિકારી છે.
– – – – – –– – – 5. अहिगारिणी उवाएण होइ सिद्धी समत्थवत्थुम्मि । फलपगरिसभावाओ विसेसओ जोगमग्गम्मि ।।८।।
- યોગશતક સમસ્ત વસ્તુમાં અધિકારીને જ ઉપાયોના સેવનથી કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. યોગમાર્ગ વળી મુક્તિરૂપી ફળનો ઉપાય હોવાથી તેમાં તો વિશેષથી અધિકારીને જ ઉપાય દ્વારા સિદ્ધિ
થાય છે. 6. पावं न तिव्वभावा कुणइ, ण बहुमण्णई भवं घोरं उचियट्टिइं च सेवइ सव्वत्थ वि अपुणबंधो ति ।।१३।।
- યોગશતક જે જીવ ૧. તીવ્ર ભાવે પાપ કરતો નથી, ૨.ઘોર એવા સંસારને બહુમાન નથી આપતો અને ૩. સર્વદા ઉચિત સ્થિતિ સેવે છે; તે અપુનબંધક કહેવાય છે.