________________
બીજું વ્રત
અવતરણિકા :
હવે બીજા વ્રતનું સ્વરૂપ તથા અતિચારો જણાવે છે
ગાથા :
बीए अणुव्वयम्मी, परिथूलग-अलियवयण-विरईओ । .
आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगेणं ।।११।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
द्वितीये अणुव्रते, परिस्थूलक-अलीकवचनविरतितः । प्रमादप्रसङ्गेन, अप्रशस्ते अत्र अतिचरितम् ।।११।।
ગાથાર્થ:
બીજા અણુવ્રતમાં મોટું જૂઠું બોલવાની વિરતિથી, પ્રમાદને કારણે અપ્રશસ્તભાવમાં વર્તતાં આ વ્રતના વિષયમાં (દિવસ દરમ્યાન) જે કાંઈ વિપરીત આચર્યું હોય. (તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું)