________________
સૂત્રસંવેદના-૪
બટાકાની વાનગી આંખ સામે આવતાં મન લલચાઈ જાય, કોઈ કહે કે ન કહે પરંતુ પોતાને તે વસ્તુ ખાવાની ઈચ્છા થાય, તે વસ્તુ મેળવવા માટે કાંઈક અંશે પ્રયત્ન પ્રારંભાય, તે વ્યતિક્રમરૂપ દોષ છે; કેમ કે મન, વચન, કાયાથી કોઈ પણ વસ્તુના ત્યાગનો નિયમ સ્વીકાર્યા પછી, તે વસ્તુ સંબંધી મનથી વિચાર કરવામાં કે તે વસ્તુ મેળવવા થોડો પ્રયત્ન કરવામાં પણ વ્રતના અમુક અંશનો ભંગ થતો હોવાથી, તેવો વિચાર પણ વ્રત સંબંધી દોષ છે.
૩૬
ખાવાની ઈચ્છા થવાના કારણે કોઈક દ્વા૨ા તે વસ્તુ મંગાવવી અથવા વસ્તુ જ્યાં . પડી હોય તે ભણી પગલાં માંડવાં, તે વસ્તુ લેવી, પોતાની થાળીમાં તેને પીરસવી અને મોંમાં મૂકવાની શરૂઆત કરવી. (મોં માં મૂકી નથી.) ત્યાં સુધીની સર્વ ક્રિયા તે અતિચારરૂપ દોષ છે; કેમ કે વ્રતનો સ્વીકાર કર્યા પછી અહીં સુધીની ક્રિયાથી મન, વચન અને કંઈક અંશે કાયાથી પણ વ્રતની મર્યાદા ચુકાય છે.
મોં સુધી આવેલી તે વસ્તુને નિઃશંકપણેં - નિઃશૂકપણે ‘વ્રત ભાંગશે તો શું થશે ?' તેવો વિચાર કર્યા વિના મોંમાં મૂકી ખાવાની શરૂઆત કરી દેવી, તે અનાચાર નામનો દોષ છે. આ દોષના સેવનથી વ્રતનો સંપૂર્ણ ભંગ થાય છે, માટે
આ દોષનો નાશ પ્રતિક્રમણની ક્રિયાથી નથી થતો. તે માટે ગુરુભગવંત પાસે વિશેષ પ્રકારે પ્રાયશ્ચિત્ત સ્વીકારવું પડે છે. આથી જ આ સૂત્રમાં માત્ર અતિચાર સુધીના દોષના પ્રતિક્રમણની વાત કરવામાં આવી છે.
વ્રતના વિષયમાં આવા અતિચારો અનેક છે. તે સર્વનો સંક્ષેપ કરી સૂત્રકારે સમ્યક્ત્વના ૫ અતિચાર, ૧૨ વ્રતના ૭૫ અતિચાર અને સંલેખના વ્રતના ૫ અતિચાર એમ કુલ વ્રતવિષયક ૮૫ અતિચાર સૂત્રમાં જણાવ્યા છે. આ ઉપરાંત પંચાચારના ૩૯ અતિચાર ઉમેરાતાં કુલ ૧૨૪ અતિચારોનું આ સૂત્રના માધ્યમે પ્રતિક્રમણ કરવાનું છે.
હવે પંચાચાર વિષયક અતિચારો જણાવે છે.
-
नाणे तह दंसणे चरित्ते अ सुहुमो अ बायरो वा તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર અને ‘ઝ’ કારથી તપાચાર અને વીર્યાચારના આચારના વિષયમાં સૂક્ષ્મ અથવા બાદર (જે અતિચાર લાગ્યો હોય)
છે, તેવો આહાર વહોરવા જવા પગલાં ભરવામાં ‘વ્યક્તિમ’ દોષ લાગે છે, તેવો આહાર ગ્રહણ ક૨વામાં ‘અતિચાર’ દોષ લાગે છે અને તેવો આહાર વાપરવામાં ‘અનાચાર’ દોષ લાગે છે.