________________
નવમું વ્રત
૧૭૧
વિશેષાર્થ :
સમ્યક્ત્વ મૂળ બાર વ્રતમાં નવમું અને શિક્ષાવ્રતમાં પ્રથમ “સામાયિક વ્રત છે. સમ એટલે સમભાવ અને આય એટલે લાભ, જેનાથી સમભાવનો લાભ થાય તેને સામાયિક કહેવાય છે. હવે પછીના ચાર વ્રતો દ્વારા સંયમજીવનનું શિક્ષણ મળતું હોવાથી તેને શિક્ષાવ્રત કહેવાય છે.
“સંયમજીવન' આજીવન પાપ-વ્યાપારનો ત્યાગ કરી સમભાવમાં રહેવાના પ્રયત્નરૂપ છે, જ્યારે “સામાયિક વગેરે ચારેય શિક્ષાવ્રત મર્યાદિત કાળ માટે પાપવ્યાપારનો ત્યાગ કરી સમભાવમાં રહેવાના પ્રયત્નસ્વરૂપ છે. સર્વસામાયિકરૂપ સંયમજીવનનો આનંદ અવર્ણનીય અને અનુપમ છે, આથી શ્રાવક તેને સતત ઝંખતો હોય છે. પરંતુ અત્યારે તેનામાં એવું સામર્થ્ય નથી કે તે સર્વસામાયિક સ્વીકારી શકે; તો પણ સર્વસામાયિક માટેની શક્તિને કેળવવા શ્રાવક જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે શક્તિ અને સંયોગ અનુસાર આ સામાયિક વ્રતનો સ્વીકાર કરે છે. યોગ્ય સ્થાનમાં, અખંડ શુદ્ધ વસ્ત્રનું પરિધાન કરી, જીવદયાના પાલન માટે મુખવસ્ત્રિકા, ચરવળો, ઊનનું આસન ગ્રહણ કરી સદ્ગુરુભગવંતની સાક્ષીએ શ્રાવક “સામાયિક' વ્રતનો સ્વીકાર કરે છે.
સામાયિક વ્રતનો સ્વીકાર કરીને શ્રાવક સતત સમભાવને પ્રાપ્ત કરવા યત્ન કરે છે. સારા-નરસા, મૂલ્યવાન કે અલ્પ મૂલ્યવાળા, અનુકૂળ કે પ્રતિકૂળ, સજ્જન કે દુર્જન, શત્રુ કે મિત્ર, સુખ કે દુ:ખ, ભવ કે મોક્ષ, સર્વ વસ્તુ પ્રત્યે સમાનભાવ, ક્યાંય રાગ નહિ કે દ્વેષ નહિ, આ મારું અને આ પરાયું તેવો ભાવ નહિ, આ સારું અને આ ખોટું તેવો વિચાર નહિ. કોઈ ચંદનથી વિલેપન કરે કે છરીથી ચામડી છોલે, કોઈ ગાળોનો વરસાદ વરસાવે કે કોઈ પ્રશંસાનાં પુષ્પો વેરે, સર્વત્ર સમાન વૃત્તિ : આવો જે અંતરંગ પરિણામ તે સમભાવ છે. આવા સમભાવની પ્રાપ્તિ કરાવે તેવી ક્રિયાને સામાયિક કહેવાય છે. આવું સામાયિક તો ઘણી ઉચ્ચ ભૂમિકામાં આવે છે, પરંતુ આવા શ્રેષ્ઠ કોટીના સમભાવની એક પૂર્વભૂમિકા કે પ્રાથમિક તૈયારીરૂપે શ્રાવક બે ઘડી એટલે કે ૪૮ મિનિટ માટે સામાયિક વ્રતનો સ્વીકાર કરે છે. આ વ્રતનો સ્વીકાર કરતાં તે એવી પ્રતિજ્ઞા કરે છે કે “હે ભગવંત ! હું સામાયિક કરું છું. મન, વચન, કાયાથી થતી સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિઓનો કરવા અને 1. “સામાયિક’ વિશે વિશેષ સમજણ માટે જુઓ સૂત્ર સંવેદના-૧ “કરેમિ ભંતે' સૂત્ર. 2. समस्य रागद्वेषकृतवैषम्यवजितस्य भावस्यायो लाभः समायः स एव सामायिकम् ।।
___ - अष्टक प्रकरणनी टीका