________________
૨૩૧
સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ
અવતરણિકા :
દષ્ટાંત સહિત આલોચનાનો મહિમા સમજાવી હવે પ્રતિક્રમણરૂપ આવશ્યકનો મહિમા દર્શાવતાં કહે છેગાથા :
आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ ।
दुक्खाणमंतकिरिअं, काही अचिरेण कालेण ।।४१।। અન્વયે સહિત સંસ્કૃત છાયા :
श्रावकः यद्यपि बहुरजः भवति, (तदपि) एतेन आवश्यकेन ।
अचिरेण कालेन, दुःखानाम् अन्तक्रियां करिष्यति ।।४१।। ગાથાર્થ :
શ્રાવક જો કે બહુ પાપરજમય બનેલો હોય છે, તોપણ આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ દ્વારા તે અલ્પકાળમાં દુઃખોનો અંત કરે છે. (ભવદુઃખથી મુક્ત થઈ મોક્ષસુખ મેળવે છે.) વિશેષાર્થ :
માવસ પU - આ (પ્રતિક્રમણરૂપ ભાવ)આવશ્યક' વડે. સાધુ અને શ્રાવકને જે અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક કહેવાય છે. અથવા જે ક્રિયા કરવાથી અવશ્ય જ્ઞાનાદિ ગુણો પ્રગટે છે, તે આવશ્યક છે. આ 1. અવશ્ય કરવા યોગ્ય, તે ‘આવશ્યક'. અવરવું વર્ષ આવરી. તે માટે શ્રી વિશેષાવશ્યક
ભાષ્યમાં કહ્યું છે કે : समणेण सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ।।८७३।। સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ આવશ્યક કહેવાય છે. जमवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-ऽभिविहिवाई ।।८७४।। अवस्सं वा जीवं करेइ जं नाण-दंसण-गुणाणं । संनेज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ।।८७५।।