________________
૨૩૨
સૂત્રસંવેદના-૪
આવશ્યક છે પ્રકારનાં છે : ૧- સામાયિક ૨- ચઉવિસત્થો ૩- વંદન ૪- પ્રતિક્રમણ પ- કાયોત્સર્ગ - પચ્ચખાણ.
તેમાં સર્વ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી સમતાભાવમાં સ્થિર થવાના યત્નને સામાયિક, અનંત ગુણના ભંડાર ચોવીશ તીર્થકરની નામપૂર્વક સ્તવનાને ચઉવિસત્યો, ગુણવાન ગુરુભગવંતો પ્રત્યેના આદરને વ્યક્ત કરતી ક્રિયાને વંદન, પાપથી પાછા ફરી નિષ્પાપ ભાવમાં સ્થિર થવાની ક્રિયાને પ્રતિક્રમણ, મન-વચન-કયાના અશુભ વ્યાપારના ત્યાગને કાયોત્સર્ગ અને પૌદ્ગલિક ભાવોના ત્યાગ માટે કરાતા નિયમોને પચ્ચખ્ખાણ કહેવાય છે.
આ છએ પ્રકારના આવશ્યકમાં સુશ્રાવકે અવશ્ય યત્ન કરવો જોઈએ. "મમતાનાં બંધનોને તોડવા જ્યારે જ્યારે સમય અને સંયોગ અનુકૂળ દેખાય ત્યારે ત્યારે સર્વ સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી સામાયિક વ્રતનો સ્વીકાર કરીને, સમતાના ભાવમાં રહેવા યત્ન કરવો જોઈએ. સામાયિક જેવાં સુંદર અનુષ્ઠાનો બતાવવા દ્વારા અનંતા જીવો ઉપર અનંતો ઉપકાર કરનાર અરિહંત ભગવંતોનું સતત સ્મરણ કરવું જોઈએ. ગુણવાન ગુરુ ભગવંતોના ગુણોને સ્મરણમાં લાવી પુનઃ પુનઃ તેમને વંદના કરવી જોઈએ. જ્યારે જ્યારે પાપ થઈ જાય ત્યારે ત્યારે તે પાપની નિંદાગઈ કરી તે પાપમાંથી પાછા ફરવાના યત્ન રૂપ પ્રતિક્રમણ કરવું જોઈએ અને પજીવનમાં પુનઃ પુનઃ પાપ ન થાય તે માટે મન, વચન અને કાયાને શુભ સ્થાનમાં સ્થિર કરવાના યત્નરૂપે કાયોત્સર્ગ કરવો જોઈએ, તથા જે પાપ હવે પછી નથી કરવાં તેનું પચ્ચખાણ કરી લેવું જોઈએ.
જે કારણથી અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી તે આવશ્યક છે અથવા આવશ્યક પદમાં ‘આ’ શબ્દ મર્યાદા અને અભિવિધિ અર્થનો વાચક છે. તેથી મર્યાદા અને અભિવિધિ (વ્યાપ્તિ) વડે ગુણોનો આધાર તે આવશ્યક છે. અથવા જે ‘આ’ એટલે સમસ્ત પ્રકારે જીવને જ્ઞાન-દર્શન ગુણોવાળો કરે તે “આવશ્યક'; અથવા સાન્નિધ્ય, ભાવના તથા આચ્છાદન વડે જે ગુણથી આત્માને વાસિત કરે તે આવાસક-આવશ્યક કહેવાય છે.”
(સુગંધ કે ધૂપના સાન્નિધ્યથી જેમ વસ્ત્ર સુવાસ્તિ બની જાય છે, તેમ જે ક્રિયાનું સાન્નિધ્ય આત્માને ગુણો વડે આચ્છાદિત કરી શોભાવે તે આવાસક-આવશ્યક. પ્રવાલપષ્ટ આદિ ઔષધિઓને આયુર્વેદમાં જેમ ચંદ્રના કિરણો કે ગુલાબજળ દ્વારા ભાવન કરવામાં આવે છે તેમ જે ક્રિયા વડે આત્મામાં ગુણોનું ભાવન થાય તે આવશ્યક કહેવાય. જે ક્રિયા આત્માનું દોષોથી સંવરણ કરે=આચ્છાદન કરે એટલે કે જે ક્રિયા આત્મામાં દોષોને આવવા જ ન દે તે આવાસક-આવશ્યક.).
આવશ્યક-ક્રિયા બે પ્રકારની છે : દ્રવ્ય-આવશ્યક અને ભાવ-આવશ્યક. તેમાં શરીરના રક્ષણ માટે થતી ભોજન, શયન, શૌચ આદિ ક્રિયાઓ દ્રવ્ય-આવશ્યક છે; અને આત્માના રક્ષણ માટે થતી સામાયિક વગેરે ક્રિયાઓ ‘ભાવ-આવશ્યક છે. અહીં ભાવ-આવશ્યક પ્રસ્તુત હોવાથી તેનો જ “આવશ્યક' તરીકે વ્યવહાર કરેલો છે.