________________
સાતમું વ્રત
૧૫૧
પાપારંભ થતો હોય, પૃથ્વી-પાણી-અગ્નિ આદિ જીવોની ઘણા મોટા પ્રમાણમાં સાક્ષાત્ હિંસા થતી હોય તેવા કર્માદાનના ધંધા ન કરે. જિજ્ઞાસાઃ કર્માદાન કોને કહેવાય ?
તૃપ્તિ જે ધંધાથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આદાન (ગ્રહણ) થતું હોય તેવા ધંધાને કર્માદાનના ધંધા કહેવાય છે.
જે ધંધામાં પૃથ્વી આદિ જીવોની ઘણા મોટા પ્રમાણમાં હિંસા સાક્ષાત્ દેખાતી હોય, અને તે જ કારણે જે ધંધાથી વિપુલ પ્રમાણમાં કર્મોનું આદાન થતું હોય, તેવા કર્માદાનના ધંધાઓના શાસ્ત્રમાં પંદર પ્રકારો બતાવ્યા છે તે આ પ્રમાણે -
jી -વા-સાદી માહી-પકોડી સુવmા - અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ, સ્ફોટકકર્મ (આ પાંચ) કર્મોનો સારી રીતે ત્યાગ કરવો જોઈએ. (૧) ઇંડાત્રી - અંગારકર્મ
જેમાં અગ્નિનો ઉપયોગ વધુ પ્રમાણમાં હોય તેવો ધંધો તે અંગારકર્મ છે. જેમ કે ઈંટો પકવવી, કોલસા પાડવા, ચૂનો પકવવો, સોનીનું કામ, લુહારનું કામ, ભટ્ટીઓ દ્વારા કપડાં ધોવા, ધાતુઓને ઓગાળવાની ભઠ્ઠીઓ ચલાવવી, Fabrication units, કWeilding works અથવા જે પણ ધંધામાં ખૂબ મોટા Furnaces હોય તેવા ધંધા વગેરે અંગારકર્મ કહેવાય. આ ઉપરાંત મીલો વગેરે કારખાનાંઓ કે તેવા પ્રકારના Manufacturing units ને પણ અંગારકર્મ કહેવાય. (૨) વળ - વનકર્મ
જેમાં વનસ્પતિનું છેદન-ભેદન મુખ્ય છે તેવા વ્યાપારથી ધન કમાવવું તે વનકર્મ છે. જેમ કે જંગલો કાપી આપવાં, વાડી, બાગ, બગીચા, નર્સરી, ખેતર વગેરે રાખી તેનાં ફળ, ફૂલ, પત્રાદિ વેચવાં, અનાજને ખાંડવાં, દળવાં, ભરડવાં વગેરેનો વ્યાપાર વનકર્મ કહેવાય.
(૩) સારી - શકટકર્મ
ગાડી, ગાડાં, ટ્રક, વહાણ, સ્ટીમર, પ્લેન વગેરે અનેક પ્રકારનાં વાહનો, કે તેના સ્પેરપાર્ટ્સ બનાવી વેચવાં તે શકટકર્મ છે. આ ધંધામાં વાહનો બનાવવામાં અને વાહનોના વપરાશમાં સ્થાવર ઉપરાંત ત્રસ જીવોની હિંસા વધુ થાય છે.