________________
૧૫૨
સૂત્રસંવેદના-૪
(૪) માડી - ભાટકકર્મ
ગાડી, ગાડાં, ખટારા, રીક્ષા, આગગાડી, સ્ટીમર, વિમાન વગેરે વાહનો તથા હાથી, ઘોડા, ઊંટ, બળદો વગેરે જનાવરો ભાડે આપી ધનોપાર્જન કરવું; ટ્રાવેલ એજન્સી ચલાવવી વગેરે તે ભાટકકર્મ છે.
(૫) જોડી - સ્ફોટકકર્મ
પૃથ્વી - પત્થર વગેરેને ફોડવાં; સુરંગો બનાવવી તથા ઘઉં-ચણા-જેવ વગેરે અનાજ ફોડવાં, કૂવા-તળાવ-વાવ વગેરે ખોદાવવાં, ખેતરો ખેડવાં વગેરે વ્યાપારને સ્ફોટકકર્મ કહેવાય છે. .
આ પાંચ પ્રકારના વ્યાપારમાં પારાવાર હિંસા થતી હોવાથી તેમાં પ્રચુરમાત્રામાં કર્મનો બંધ થાય છે માટે તેને કર્માદાન કહેવાય છે, માટે શ્રાવકે તેને પ્રયત્નપૂર્વક. છોડી દેવાં જોઈએ. વધુ ધનની લાલસાથી કે પ્રમાદ આદિ દોષોથી આવા વ્યાપારો કરવાથી સાતમા વ્રતમાં દોષો લાગે છે.
વાળિનું ચેવ તંત-જીવન્તુ-રસ-સ-વિર્સ-વિસ્તર્યં - દાંત, લાખ, ૨સ, કેશ અને વિષ સંબંધી વ્યાપારનો (શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.)
(૬) દ્વૈત - દાંતનો વ્યાપાર.
અહીં દાંતના ઉપલક્ષણથી પ્રાણીના કોઈ પણ અવયવને ગ્રહણ કરવાના છે. જેમ કે નખ, વાળ, રુવાંટી, હાડકાં, ચામડી આદિ. ઉત્પત્તિસ્થાનથી હાથીના દાંતનો, વાધ-ઘુવડના નખનો, હરણનાં શીંગડાંનો, હરણ-સાપ કે અન્ય કોઈનાં ચામડાંનો, ગાયના પૂંછડાંના વાળનો, કસ્તૂરીનો, ઘેટાં-બકરાં આદિના ઉનનો, વાઘની મૂછના વાળનો કે મનુષ્યના અંગોનો, એ સર્વેનો વ્યાપાર કરવો એ ‘દંત-વાણિજ્ય’ નામના કર્માદાનના ધંધા કહેવાય છે.
(૭) જ્જ - લાખનો વ્યાપાર.
લાખના ઉપલક્ષણથી અહીં તેના જેવાં બીજાં સાવધ દ્રવ્યો ગ્રહણ કરવાનાં છે. જેમ કે મણશિલ, ગળી, ધાતકીવૃક્ષ કે જેની છાલ અને પુષ્પમાંથી દારૂ બને છે તે, ટંકણખાર, સાબુ બનાવવાના ક્ષાર વગેરેનો વ્યાપાર કરવો તે ‘લક્ષ-વાણિજ્ય' નામનો કર્માદાનનો ધંધો છે.
(૮) રસ
રસવાળા પદાર્થોનો વ્યાપાર.
મધ, મદિરા, માંસ, માખણ, દૂધ-દહીં, ઘી, તેલનો વ્યાપાર કરવો. રસના