________________
સાતમું વ્રત
ઉપલક્ષણથી આંસવો, સ્પિરિટ, તેજાબ, અથાણાં, મુરબ્બા, ફીનાઈલ વગેરે પ્રવાહી પદાર્થોનો વ્યાપાર કરવો એ પણ ‘રસ-વાણિજ્ય' નામનો કર્માદાનનો વ્યાપાર છે. (૯) òસ - દ્વિપદ-ચતુષ્પદનો વ્યાપાર કરવો.
પૈસા લઈને સ્ત્રી-પુરુષોને વેચવા, દાસ-દાસીઓનો, પશુ-પક્ષીઓનો વ્યાપાર કરવો તે ‘કેશ-વાણિજ્ય' નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવાનો છે.
૧૫૩
(૧૦) વિન - ઝેરી ચીજોનો વ્યાપાર.
શૃંગિક આદિ ઝે૨, હરતાલ, વચ્છનાગ, સોમલ આદિ ઝેરી ચીજો, ડી.ડી.ટી., મચ્છ૨-જૂ-ઉંદર મારવાની દવાઓ તથા ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ વગેરે સર્વે ઝેરી ચીજોનો વ્યાપાર ‘વિષ-વાણિજ્ય’ નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવો. एवं खु जंतपीलण - कम्मं निल्लंछणं च दवदाणं, सर- दह-तलायसोसं असई-पोसं च એ જ રીતે યંત્રપીલનકર્મ, નિર્વાંચ્છનકર્મ, દવદાન કર્મ, સરોવર-દ્રહ-તળાવ વગેરેનું શોષણકર્મ અને અસતીપોષણકર્મનો (શ્રાવકે ત્યાગ કરવો જોઈએ.)
-
.
(૧૧) ખંતપીળ
યંત્ર-પીલનકર્મ.
તેલ કાઢવાની ઘાણી, અનાજ દળવાની ઘંટી, શેરડી પીલવાનો સંચો, ખાંડણીઓ, સાંબેલું, સરાણ, પવનચક્કી, પાતાલયંત્ર, આકાશયંત્ર વગેરે યંત્રો ચલાવીને ધંધો કરવો તે ‘યંત્ર-પીલનકર્મ’ છે. અત્યારે વરાળ, ક્રુડ ઑઈલ, પેટ્રોલ કે વીજળીની શક્તિથી ચાલતી ફેક્ટરીઓ, જીન, પ્રેસ, ખેતીનાં યંત્રો એ સર્વ યંત્રપીલન નામનું કર્માદાન કહેવાય છે.
(૧૨).નિભ્રંછમાં - નિર્વાંછનકર્મ (અંગછેદન કર્મ).
બળદ, પાડા તથા ઊંટ વગેરેનાં નાક વીંધવાં, ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરેને આંકવાં, ડામ દેવા, આખલા-ઘોડા વગેરેની ખસી કરવી, ઊંટ વગેરેની પીઠ ગાળવી વગેરે કાર્યો દ્વારા આજીવિકા ચલાવવી તે ‘નિલૅંછનકર્મ’ નામના કર્માદાન તરીકે ગ્રહણ કરવું.
(૧૩) વવાળું - દવ-દાનકર્મ.
આગ લગાડવાનું કર્મ તે ‘દવ-દાનકર્મ’ છે. શોખથી કે દુશ્મનાવટથી આગ લગાડવી, જૂનાં ઘાસ-જંગલો-વૃક્ષો વગેરેને બાળી નાંખવાં, ખેતરોમાં ઊગી