________________
૪૮
સૂત્રસંવેદના-૪
ખ્યાલ આવતાં તુરંત પાછા વળવાની ભાવના હોય, અથવા કયારેક પ્રમાદાદિ દોષોને કારણે આજ્ઞાનુસારી પ્રવૃત્તિ ન થઈ શકતી હોય, પણ જો સાધકના હૃદયમાં તેનું પારાવાર દુઃખ અને ડંખ હોય, તો તેની આવી પ્રવૃત્તિ અનુબંધ હિંસારૂપ બનતી નથી. જ્યારે શાસ્ત્ર પ્રત્યે અનાદરવાળા કે નિઃસંકોચ આજ્ઞાનિરપેક્ષ ઉપદેશ આપનાર કે પ્રવૃત્તિ કરનાર આવી અનુબંધ હિંસાથી બચી શકતા નથી. જ્યાં સુધી બુદ્ધિ તીવ્ર મિથ્યાત્વથી વાસિત હોય ત્યાં સુધી પ્રભુઆજ્ઞા પ્રત્યેનો આદર કયારેય પ્રગટી શકતો નથી, અને પ્રભુઆજ્ઞાના આદર વિના આવી હિંસાથી બચી શકાતું નથી.
અનુબંધ હિંસા કરનાર વ્યક્તિ અનેક ભવોની પરંપરા હિંસાનાં કડવાં ફળ ભોગવે છે. તેથી જ તે હિંસાને અનુબંધ હિંસા કહી છે. જો કે એકલી સ્વરૂપ હિંસાથી વિશેષ કર્મબન્ધ થતો નથી, જ્યારે હેતુ હિંસાથી ચોક્કસ વિશેષ કર્મબન્ય થાય છે, અને હેતુ હિંસા કરતાં પણ અનુબંધ હિંસા ઘણાં જ કડવાં ફળ આપનારી બને છે. માટે અનુબંધ હિંસાથી બચવા તો ખાસ ખ્યાલ રાખવો જોઈએ, અને તે માટે પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં પ્રભુઆજ્ઞાનો વિચાર અવશ્ય કરવો જોઈએ.
સ્વરૂપ હિંસા | હેતુ હિંસા | અનુબંધ હિંસા દેખીતી હિંસા હોય પણ દેખીતી હિંસા હોય કે ન દેખીતી હિંસા હોય કે ન હિંસાજન્ય ભવવૃદ્ધિ પણ હોય, તો પણ હોય, તો પણ હિંસાનાં કડવાં આદિ ફળ જેમાં ન હોય. હિંસાજન્ય પાપકર્મનો બંધ ફળ હોય; કેમ કે અહીં જે
| હોય. તેમાં જો આજ્ઞાન જિનાજ્ઞાની ઉપેક્ષાનો ભાવ સાપેક્ષતા હોય તો કર્મબંધ | છે, તે ભવની પરંપરાની ઓછો થાય. વૃદ્ધિ કરનાર છે.
રવિને મ ર - (બે પ્રકારના પરિગ્રહ અને સાવઘ એવી આરંભની પ્રવૃત્તિઓ) કરાવવામાં, કરવામાં, અને અનુમોદવામાં. (અહીં અનુમોદવામાં એવો અર્થ રવિ અને કરને વચ્ચેના ‘ગ શબ્દનો કર્યો છે.)
૩. શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ રચિત “વન્ડાવૃત્તિ (શ્રાદ્ધતિમનસૂત્રવૃત્તિ) માં તથા શ્રી રત્નશેખરસૂરિ કૃત
અર્થદીપિકામાં ત્રીજી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે રાવણે અને રને વચ્ચેના આ શબ્દનો અર્થ અનુમતિ કરવો - વાદ્ધત્વવિનુમતાપ' કયાંક અનુમતિમાં પણ અર્થાત્ શ્રાવકે જે