SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વંદિતુ સૂત્ર ૪૯ રો.યતના રાખ્યા વિના, રાગાદિ ભાવોને પોષક અનેક પ્રકારનો પરિગ્રહ એકત્રિત કરવો, તથા જેનાથી હિંસાદિ ઉદ્ભવે તેવી અનેક પાપપ્રવૃત્તિઓ પોતે ‘કરવી તે કરણ છે. રાવ - પરિગ્રહ અને સાવદ્ય આરંભની પ્રવૃત્તિ માટે અન્યને પ્રેરણા આપવી, સમર્થન આપવું, “આ સારું છે માટે કરો” તેમ કહેવું અથવા પાપપ્રવૃત્તિ માટે અનેક પ્રકારે સલાહ-સૂચનો આપવાં તે કરાવણ છે. =અનુમોન - પરિગ્રહ અને સાવદ્ય આરંભની પ્રવૃત્તિ કરનારની અનુમોદના કરવી, તે કરે છે તે સારું કરે છે તેવો હર્ષ ધારણ કરવો, તે કાર્યને ટેકો આપવો, તેની પ્રશંસા કરવી તે અનુમોદન છે. પરિગ્રહ અને સાવદ્ય આરંભની પ્રવૃત્તિ કરવાથી, કરાવવાથી અને અનુમોદન કરવાથી જે પાપ લાગ્યું હોય, તે સર્વનું પ્રતિક્રમણ કરવાનું છે. પવિત્રને સિમં સવં - દિવસ સંબંધી (તે) સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. “દિવસ દરમ્યાન મારા બાહ્ય-અત્યંતર પરિગ્રહના કારણે તથા ઘણા પ્રકારની પાપની અનુમોદનાનું પચ્ચખ્ખાણ કર્યું છે, તેમાં પણ કયાંક અતિચાર લાગ્યો હોય, તો તેનું પ્રતિક્રમણ કરવાનું છે. જોકે, અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને કોઈપણ વિષયમાં ત્રિવિધ ત્રિવિધનું પચ્ચખાણ તો હોતું નથી, તો અનુમોદનામાં અતિચારનો પ્રશ્ન જ કયાંથી આવે? આ જ વાતને સ્પષ્ટ કરતાં યોગશાસ્ત્રના રજા પ્રકાશની ૧૮મી ગાથાની ટીકામાં જણાવ્યું છે કે, इह यो हिंसादिभ्यो विरतिं प्रतिपद्यते, स द्विविधां कृतकारितभेदां त्रिविधेन मनसा वचसा कायेन चेति । एवं च भावना - स्थूलहिंसां न करोत्यात्मना न कारयत्यन्येन मनसा वचसा कायेन चेति । अस्य चानुमतिरप्रतिषिध्या, अपत्यादिपरिग्रहसद्भावात् तैहिंसादिकरणे च तस्यानुमतिप्राप्तेः। अन्यथा परिग्रहापरिग्रहयोरविशेषेण प्रव्रजिताप्रव्रजितयोरभेदापत्तेः । ननु भगवत्यादावागमे त्रिविधं त्रिविधेनेत्यपि प्रत्याख्यानमुक्तमगारिणः, तञ्च श्रुतोक्तत्वादनवद्यमेव तत्कस्मानोच्यते ? उच्यते-तस्य विशेषविषयत्वात् । तथाहि यः किल प्रविजितषुरेव प्रतिमाः प्रतिपद्यते पुत्रादिसन्ततिपालनाय यो वा विशेषं स्वयंभूरमणादिगतं मत्स्यादिमांसं स्थूल हिंसादिकं वा क्वचिदवस्थाविशेषे प्रत्याख्याति स एव त्रिविधं त्रिविधेनेति करोति । इत्यल्पविषयत्वान्नोच्यते । बाहुल्येन तु द्विविधं त्रिविधेनेति । 4. અનુમોદનાના ત્રણ પ્રકારો છે. (1) અનિષેધ અનુમોદના, (૨) ઉપભોગ અનુમોદના, (૩) સંવાસ અનુમોદના. જેમ કે, (૧) પોતે અધિકારી છતાં નિશ્રામાં રહેલા જીવોને જો તે તે કાર્ય કરવાનો નિષેધ ન કરે, મૌન સેવે તો ‘મનિષદ્ધમનુમતમ્' એ ન્યાયે અનુમોદના ગણાય. તે અનિષેધ અનુમોદના.
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy