________________
૬૮
અવતંરણિકા :
દર્શનાચાર-વિષયક બાહ્ય અતિચારો જણાવ્યા. હવે અંતરંગ અતિચારને જણાવતાં કહે છે
ગાથા :
સૂત્રસંવેદના-૪
संका कंख विगिच्छा पसंस तह संथवो कुलिंगीसु । सम्मत्तस्सइआरे पडिक्कमे देसिअं सव्वं ॥ ६ ॥
અન્વયસહિત સંસ્કૃત છાયા :
शङ्का काङ्क्षा विचिकित्सा, कुलिङ्गिषु प्रशंसा तथा संस्तवः । सम्यक्त्वस्य अतिचारान्, देवसिकं सर्वं प्रति (क्र ) क्रामामि || ६ ||
ગાથાર્થ :
૪
તત્ત્વના વિષયમાં શંકા કરવી, મિથ્યામતિઓના ચમત્કાર આદિ જોઈ તેમના મતની અભિલાષા કરવી, ધર્મને વિષે ફળનો સંદેહ કરવો, કુલિંગીઓની પ્રશંસા કરવી તથા કુલિંગીઓનો પરિચય કરવો. આ પાંચ પ્રકારના સમ્યકૃત્વના અતિચારોને આશ્રયીને દિવસ સંબંધી જે અતિચાર સેવ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ :
સમ્યગ્દર્શન ગુણને' ટકાવવા નિઃશંકિતાદિ અંતરંગ આચારોનું પાલન અવશ્ય કરવું જોઈએ, જેનું વર્ણન ‘નાણમ્મિ’· સૂત્રમાં છે. આ ગાથામાં નિર્મળ એવા સમ્યગ્દર્શનને મલિન કરનાર શંકા આદિ દોષોનું વર્ણન ક૨વામાં આવ્યું છે.
સંજા - શંકા-સંશય. ભગવાનના વચનમાં શંકા થવી.
સર્વજ્ઞ, વીતરાગ પરમાત્માએ કહેલાં જીવાદિ નવતત્ત્વો, તેનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદો, તેનો સ્વભાવ-પ્રભાવ, તેનું પ્રમાણ, અવસ્થાન વગેરે કોઈપણ બાબતમાં આંશિક રીતે કે સર્વાંશે, ‘આ આમ હશે કે નહિ’ તેવો વિકલ્પ થવો કે ક૨વો, તેને શંકા કહેવાય છે. જેમ કે ભગવાને કહ્યું છે, ‘આપણે સૌ આત્મા છીએ. ચોક્કસ એવી ગતિઓમાંથી આવ્યા છીએ, અને ચોક્કસ એવી ગતિઓમાં જવાના છીએ, પોત-પોતાના પુણ્ય-પાપના અનુસારે સુખ-દુઃખ પામવાના છીએ.' આ વિષયમાં શંકા કરવી, કે આત્મા-પુણ્ય-પાપ આદિ તત્ત્વો દેખાતા નથી, તો હશે.કે નહિ ? 1. સમ્યક્ત્વની વિશેષ સમજ માટે જુઓ સૂત્રસં.ભા. ૧ નમુત્યુણં સૂત્રના અભયદયાણું આદિ પાંચ પદો.