________________
૬૯
દર્શનાચાર
હશે તો તે સર્વવ્યાપક હશે કે નહિ ? હાલે ચાલે તે તો જીવ ગણાય, પણ પૃથ્વી, પાણી વગેરે સ્થિર પદાર્થો જીવ કેવી રીતે ગણાય ? નિગોદમાં એક શરીરમાં • અનંતા જીવો કેમ ઘટે ? વગેરે પ્રકારની મનમાં શંકા કરવી તે સમ્યગ્દર્શનમાં દોષરૂપ છે. તીવ્ર શ્રદ્ધાવાન શ્રાવકોના મનમાં આવી શંકા થતી નથી, પરંતુ શ્રદ્ધા દૃઢ ન હોય અને અશ્રદ્ધાને ઉત્પન્ન કરનારી ઘણી વાતો સાંભળવા મળતી હોય, ત્યારે આવી શંકા થવાનો સંભવ રહે છે, જે સમ્યક્ત્વ વ્રતનો પ્રથમ અતિચાર છે.
ન
ક્યારેક સદ્ગુરુના મુખે શાસ્ત્ર શ્રવણ કરતાં આત્મા-પુણ્ય-પાપ આદિ તત્ત્વો છે તેવો બોધ થયો, થોડી શ્રદ્ધા પણ પ્રગટી હોય, છતાં પ્રત્યેક ક્રિયા કરતાં આ ક્રિયા આત્મા માટે હિતકારક છે કે અહિતકારક છે, તેનો વિચાર ન આવતો હોય, કે આ કાર્યથી મારો પરલોક બગડશે કે સુધરશે, તે વિચાર ન આવતો હોય, તો સમજવું જોઈએ કે આત્માદિ તત્ત્વના વિષયમાં ઊંડે ઊંડે પણ શંકા હોવાની સંભાવના છે. આ જ રીતે સુખ-દુઃખનાં નિમિત્તોમાં પોતાના પુણ્યપાપનો વિચાર ન કરતાં અન્ય નિમિત્તોને દોષ અપાતો હોય, તોપણ સમજવું જોઈએ કર્મ ઉપરની શ્રદ્ધા હોવા છતાં કયાંક શંકા હશે જ. માટે આવા દોષોથી બચવા અને શ્રદ્ધાને મજબૂત કરવા શંકા નામનો દોષ ટાળવો જ જોઈએ.
વુ - કાંક્ષા-અભિલાષા. અન્યમતની ઇચ્છા.
જે માર્ગે જે રીતે ચાલવાથી આત્મકલ્યાણ થાય તે માર્ગે તે રીતે ચાલવું, એને જ ભગવાન જિનેશ્વર દેવોએ ધર્મ કહ્યો છે; અને જે માર્ગે જે રીતે ચાલવાથી આત્માનું કલ્યાણ નહિ પણ અકલ્યાણ થાય, તે માર્ગે તે રીતે ચાલવું, એને જ ભગવાન જિનેશ્વર દેવોએ અધર્મ કહ્યો છે. આમ છતાં, બાહ્ય આડંબર, પ્રતિકૂળતાનો અભાવ, અનુકૂળતા ભર્યું આચરણ અને દેખીતા દુન્યવી લાભો વગેરે જોઈને અકલ્યાણકર માર્ગ જો ગમી જાય અને તે તરફ મન ખેંચાઈ જાય તો તેને કાંક્ષા કહેવાય છે.
અન્યમતના ચમત્કારો જોઈ અથવા તેના સાધનામાર્ગમાં સાનુકૂળતા જોઈ, અનુકૂળતાવાળો અને તત્કાળ ફળ બતાવે એવો આ ધર્મ સારો છે'. વળી, ‘અનુકૂળતાપૂર્વક ધર્મ કરીને પણ મોક્ષ મળી શકે છે, માટે કષ્ટકારક જૈનધર્મ કરવા કરતાં સગવડતાભર્યો, કોમળચર્યાવાળો, બીજો કોઈ ધર્મ કેમ ન કરવો ?' આ રીતે અન્યધર્મ સેવવાની ઈચ્છા, તે કાંક્ષારૂપ દોષ છે. આ દોષ પણ ‘ભગવાને કહ્યું છે તે જ સત્ય છે' તેવી શ્રદ્ધાનો નાશ કરે છે. તેથી તે સમ્યક્ત્વવ્રતનો બીજો અતિચાર છે.
ન
વિભિન્છા - વિતિગિચ્છા. ધર્મના ફળમાં સંદેહ, જુગુપ્સા.
ધર્માચરણ કરતાં ફળપ્રાપ્તિ થશે કે કેમ ? તેવો સંદેહ થવો કે કરવો, તે