________________
૫૬
સૂત્રસંવેદના-૪
શ્રાવક સમજે છે કે આ ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન છે, માટે આ ઇન્દ્રિયોનો ઉપયોગ જ્ઞાનના સાધનરૂપે જ ક૨વો જોઈએ. ભગવાનના વચનથી તેને નિયંત્રિત રાખવી જોઈએ. તેનાથી કોઈ અનુચિત પ્રવૃત્તિ ન થઈ જાય તેનો પૂર્ણ ખ્યાલ રાખવો જોઈએ. જો આ રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો આ ઇન્દ્રિયો કર્મબંધનું કારણ ન બનતાં કર્મનિર્જરાનું સાધન બની શકે.
આવા પ્રકારની સમજણવાળો શ્રાવક પોતાનું સમગ્ર જીવન ભગવાનનાં વચનોને અનુસારે જીવે છે. પુણ્યથી મળેલી પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ પણ આત્મહિત થાય તેવાં શુભ કાર્યોમાં જ કરે છે. જેમકે આંખનો ઉપયોગ પ્રભુદર્શન, સત્શાસ્ત્રનું વાંચન અને જીવદયાના પાલનમાં જ મુખ્યપણે કરે છે. આ સિવાય પણ આંખનો ઉપયોગ કરવો પડે ત્યારે પૂરી સાવધાનીપૂર્વક, ક્યાંય રાગાદિભાવો વધી ન જાય તેની કાળજીપૂર્વક કરે છે. ચક્ષુરિન્દ્રિયની જેમ સર્વ ઇન્દ્રિયોના આવા વ્યાપારને ઇન્દ્રિયોનો પ્રશસ્ત વ્યાપાર કહેવાય છે. આ રીતે ઇન્દ્રિયોને પ્રશસ્તમાર્ગે પ્રવર્તાવતો વ્રતધારી શ્રાવક જ્ઞાનાચારમાં અતિચારનો (દોષનો) ડાઘ લગાડતો નથી.
જિજ્ઞાસા ઃ પાંચે ઇન્દ્રિયોને પોત-પોતાના વિષયમાં પ્રવર્તાવવી એમાં જ્ઞાનાચારનો અતિચાર એટલે કે જ્ઞાનાચાર વિષયક દોષ કેવી રીતે કહેવાય ?
શ્રોતેંદ્રિય જિનવાણીનું શ્રવણ કરવું, સ્વદોષનું
કીન
દર્શન કરાવનાર ગુરુ ભગવંતની તથા કલ્યાણમિત્રની હિતશિક્ષા સ્વસ્થ ચિત્તે સાંભળવી.
રસનેંદ્રિય ધર્મકથા કરવી, તત્ત્વનો નિર્ણય
જીભ
કરવા માટે ચર્ચા કરવી, ગુણવાન આત્માના ગુણો ગાવા, પંચવિધ સ્વાધ્યાય કરવો.
સંગીતના સૂરો, વિકથાઓ, નિંદા, ચાડી – ચુગલી સાંભળવી, ફટાકડા ફોડવા, જોર જોરથી વાજિંત્રો વગાડવાં.
દોષોની વૃદ્ધિ થાય તેવી વિકથા કરવી, પરની નિંદા કરવી, ચાડી-ચુગલી કરવી, રાગ-દ્વેષથી ઇષ્ટાનિષ્ટ આહારાદિનો ઉપયોગ કરવો, રાગાદિની વૃદ્ધિ થાય તેમ બોલવું. આસક્તિ ઉત્પન્ન કરાવે તેવા સ્ત્રી વગેરેના સ્પર્શ કરવા, પાવડર - લિપસ્ટિક વગેરે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ ક૨વો, પંખાદિની હવા લેવી, મુલાયમ એવા રેશમી કપડાં આદિનો ઉપયોગ કરવો.
ઇન્દ્રિયનું કોઈપણ વિષય સાથે જોડાણ થાય ત્યારે રાગ-દ્વેષ ન થવા દેવા, તેમાં મધ્યસ્થ રહેવું એ પ્રશસ્ત વ્યાપાર કહેવાય.
સ્પર્શનેંદ્રિય જિનની ભક્તિ, ગુરુની વૈયાવચ્ચ, ત્વચા માંદાની માવજત વગેરે માટે ત્વચાનો
ઉપયોગ ક૨વો. કામળી વગેરે વસ્તુ યોગ્ય છે કે નહિ તેની પરીક્ષા કરવા સ્પર્શ કરવો.