________________
જ્ઞાનાચાર
તૃપ્તિ આ પાંચેય ઇન્દ્રિયો જ્ઞાનનું સાધન હોવાથી જ્ઞાનેન્દ્રિયો કહેવાય છે. તેથી તેનો ઉપયોગ સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ માટે જ કરવો જોઈએ. આમ છતાં આ પાંચેય જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ જ્ઞાનસાધના માટે ન કરતાં વિષયસાધના માટે કરવો તે જ્ઞાનના સાધનની આશાતના-વિરાધનારૂપ હોઈ તે જ્ઞાનાચારની વિરાધનારૂપ છે.
વ્રતનો સ્વીકાર કર્યા પછી આમ તો શ્રાવક સજાગ હોય છે, તો પણ અનાદિકાળથી અભ્યસ્ત પ્રમાદ અને આત્મામાં પડેલા કુસંસ્કારો, નિમિત્ત મળતાં મનને નબળું પાડે છે. “મેં વ્રતનો સ્વીકાર કર્યો છે, માટે આવી અનુચિત પ્રવૃત્તિ મારે ન કરવી જોઈએ- એ વાતને વીસરાવી દે છે, અને પરિણામે શ્રાવક રાગાદિભાવોની વૃદ્ધિ થાય તેવા માર્ગે ઇન્દ્રિયોને પ્રવર્તાવે છે. ક્યારેક સ્ત્રીના રૂપમાં, તો ક્યારેક સંગીતના સૂરમાં ઇન્દ્રિયો તેને ભાનભૂલો બનાવે છે, ક્યારેક અપેયને પીવામાં, તો ક્યારેક અભક્ષ્ય ખાવામાં મશગૂલ કરે છે. જ્ઞાનના ઉપયોગ વિનાની, આત્માનું અહિત કરનારી આવી ઇન્દ્રિયોની અપ્રશસ્ત પ્રવૃત્તિ જીવ માટે ક્લિષ્ટ કર્મબંધનું કારણ બને છે.
આ પદ બોલતાં દિવસ દરમ્યાન ઇન્દ્રિયોને આધીન બની જે જે અનુચિત પ્રવૃત્તિ થઈ હોય તેને સ્મરણમાં લાવી, તેના પ્રત્યે અરુચિ-ધૃણાના ભાવો પ્રગટ કરવાના છે; અને વિચારવાનું છે કે “મહાપુણ્યના ઉદયથી, જ્ઞાનનાં સાધનરૂપે મળેલી આ ઇન્દ્રિયોનો મેં ખોટો ઉપયોગ કર્યો છે અને તેનાથી મેં ઘોર કર્મોનો બંધ કર્યો છે. આ કર્મબંધથી અટકવું હોય તો મારે હવે સાવધાન અને સજાગ બનવાની જરૂર છે. ઇન્દ્રિયોને ભગવાનની જ્ઞાનરૂપ રજુથી નિયંત્રિત કરીશ તો જ ભવિષ્યમાં આવાં પાપથી બચી શકાશે.”
વહિં વસીર્દિ અખત્યેહિં - અપ્રશસ્ત ચાર કષાયો વડે (જે કર્મ બાંધ્યું હોય.)
કોઈના અપરાધને નહિ સહન કરવાનો પરિણામ તે ક્રોધ છે, જાતિ આદિથી હું કાંઈક ઊંચો છું તેવો ભાવ તે માન છે, ન હોય તેવા દેખાવાની વૃત્તિરૂપ કપટભાવ તે માયા છે અને વધુને વધુ મેળવવાની તૃષ્ણા તે લોભ છે. 3 ઈન્દ્રિય સુરંગ (ઘોડા) વશ કરે, જે ધરી જ્ઞાનની દોરી’
- પૂ. પદ્મવિજયજી કૃત નવપદની ત્રીજી પૂજા 3 ઉપર જણાવેલ ક્રોધાદિ ચાર કષાયની વ્યાખ્યા તેના ભેદ-પ્રભેદો વગેરે પૂર્ણ વિગતો સૂત્રસંવેદના
ભા. ૧ સૂત્ર-ર માંથી મેળવી શકાય.