________________
૨૦૮
સૂત્રસંવેદના-૪
સાધકે હંમેશાં તૈયારી કરવી જોઈએ, અને શાસ્ત્રમાં જણાવેલી આ ભાવનાઓથી હૃદયને ખાસ ભાવિત કરવું જોઈએ.
એકત્વ ભાવના - હું એકલો આવ્યો છું અને મારે એકલા જ જવાનું છે. અહીં પણ મારા કર્માનુસાર જ મને સુખ-દુ:ખ મળવાનાં છે. દુઃખમાં સહાય કરનારે અને સુખને આપનાર મારાં કર્મ સિવાય કોઈ નથી. આ રીતે એકત્વભાવનાથી હૃદયને ભાવિત કરવું.
શ્રુત ભાવના - સમાધિભાવની પૂરક શાસ્ત્રપંક્તિઓ વાંચી, વિચારી, કંઠસ્થ કરી, તેના ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરી શ્રતને એ રીતે ભાવિત કરવું કે ગમે તેવી આપત્તિમાં તેના સહારે મનને સમાધિમાં રાખી શકાય. .
તપ ભાવના - શક્તિ મુજબ તપ કરવાનું ચાલુ રાખવું, જેના કારણે રોગાદિમાં આહાર-પાણી ન લઈ શકાય કે સ્વેચ્છાથી અણસણ વગેરે સ્વીકાર્યું હોય ત્યારે સુધા-તૃષાની વેદનાના સમયે મન અકળાઈ ન જાય.
સત્ત્વ ભાવના - મહાપુરુષોનાં ચરિત્રોનો વિચાર કરી સર્વ સ્થિતિમાં નિર્ભય રહેવાનો પ્રયત્ન કરવો.
બળ ભાવના - ગમે તેવી આપત્તિમાં પણ ધીરજ ખૂટી ન જાય તે માટે શરીરબળ અને મનોબળને કેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત નીચેના મુદ્દાઓનું પણ સતત ભાવન કરવું. + આત્માને શરીરથી ભિન્ન જોતાં શીખવું.
જે થાય છે તે શરીરને થાય છે, મને આત્માને) કાંઈ થતું નથી; અને જે શરીરને પંપાળું છું, તે તો અહીં જ મૂકીને જવાનું છે, તે વાતને અતિ દઢ કરવી. અરિહંતાદિના ધ્યાનમાં મનને સ્થિર કરવા યત્ન કરવો. કરેલાં દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરવી અને ગુરુ સમક્ષ ગઈ
કરવી. * સુકૃતોનું સતત સ્મરણ કરવું.
અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું.