________________
સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ
અવતરણિકા :
સામાન્યથી સર્વ વ્રતોના અતિચારો અશુભ મન, વચન, કાયાના વ્યાપારોથી થાય છે. આ જ કારણથી પ્રત્યેક વ્રતના અલગ અલગ અતિચારો જણાવી, હવે જે યોગો દ્વારા જે અતિચારો ઉત્પન્ન થયા હોય તે ત્રણે યોગોથી તેનું પ્રતિક્રમણ કરતાં કહે છે
ગાથા :
कारण काइअस्सा, पडिक्कमे वाइअस्स वायाए ।
मणसा माणसिअस्सा, सव्वस्स वयाइआरस्स ।।३४।। અન્વય સહિત સંસ્કૃત છાયા :
सर्वस्य व्रतातिचारस्य कायिकस्य, कायेन । वाचिकस्य वाचा मानसिकस्य मनसा प्रतिक्रामामि ।।३४।। ગાથાર્થ :
સર્વ વ્રતોના અતિચારોમાં કાયિક અતિચારોને કાયા વડે, વાચિક અતિચારોનું વાણી વડે અને માનસિક અતિચારોનું મન વડે હું પ્રતિક્રમણ કરું છું.