________________
૨૧૦
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
[સવ્વસ્ત્ર નવાગારા ાળુ વ્હાઙ્ગસ્સા ડિમે - (સર્વ વ્રતોના અતિચારમાં) કાયિક અતિચારોનું કાયા વડે હું પ્રતિક્રમણ કરું છું.
વ્રતોને મલિન કરનારા કોઈ પણ અતિચાર લગભગ ત્રણે યોગોથી સંભવતા હોય છે; તો પણ કોઈક અતિચારમાં કાયાની મુખ્યતા હોય છે, તો કોઈકમાં મન, વચનની મુખ્યતા હોય છે. તેથી અહીં તે મુખ્યતાને લક્ષમાં રાખીને જણાવ્યું કે કાયા દ્વારા જે દોષો સેવાયા હોય, અર્થાત્ કાયા ઉપર નિયંત્રણ નહિ રહેવાને કારણે, કાયાના મમત્વના કારણે કે કાયિક અનુકૂળતા પ્રાપ્ત કરવાના કારણે, જે કોઈ જીવોના વધ, બંધ આદિ થયા હોય, તે વ્રત સંબંધી કાયિક અતિચારો છે. “આ સર્વ દોષોનું હે ભગવંત ! હું કાયાથી પ્રતિક્રમણ કરું છું. એટલે કે જે કાયાના રાગથી આ દોષોનું સેવન થયું છે, તે કાયાના રાગને તપ, કાયોત્સર્ગ આદિની ક્રિયા દ્વારા દૂર કરવાનો યત્ન કરું છું, અને પુનઃ વ્રતાદિના શુભ વ્યાપારમાં કાયાને સ્થિર કરું છું.”
[सव्वस्स वयाइआरस्स] वाइअस्स वायाए (સર્વ વ્રતોના અતિચારમાં) વાચિક અતિચારોનું વાણી વડે (હું પ્રતિક્રમણ કરું છું).
-
વ્રતધારી શ્રાવકની ભાષા કોઈને પીડા થાય તેવી ન હોવી જોઈએ. આમ છતાં કષાયની આધીનતાથી, વિષયોની આસક્તિથી, કે વિચાર્યા વિના જ બોલાઈ જવાને કા૨ણે કોઈને દુઃખ થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હોય, કોઈ ઉપર આળ ચડાવ્યું હોય, કોઈને કલંક લાગે તેવો વાણીનો વ્યવહાર કર્યો હોય કે પોતાના કુળને ન છાજે તેવાં વચનો ઉચ્ચાર્યાં હોય, તો તે સર્વ વ્રતોસંબંધી વાણીના અતિચારો છે. “આ સર્વ દોષોનું હે ભગવંત ! હું વાણીથી પ્રતિક્રમણ કરું છું અર્થાત્ દુઃખા હૃદયે, થયેલી ભૂલ બદલ ‘મિચ્છા મિ દુક્કડં' આપું છું, અને પુનઃ આવું ન થાય તે માટે વિચારીને બોલવાના નિયમરૂપ વ્રતોમાં પુનઃ સ્થિર થાઉં છું.”
मणसा माणसिअस्सा सव्वस्स वयाइआरस्स સર્વ વ્રતોના અતિચારમાં માનસિક અતિચારોનું મન વડે (હું પ્રતિક્રમણ કરું છું)..
-
વ્રતધારી શ્રાવક પોતાના મનને સતત શુભ ભાવમાં રાખવા યત્ન કરતો હોય છે, તોપણ મન ચંચળ છે. ચંચળ મનને વ્રતના ભાવમાં સ્થિર રાખવું કપરું છે. મોહને આધીન થઈ વ્રત-માલિન્ય થાય તેવા મનમાં કરેલા માઠા વિચારો, વ્રતની