________________
સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ
૨૧૧
મર્યાદાનું ઉલ્લંઘન થાય તેવું અશુભ ચિંતન, દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે કરેલી શંકા - કુશંકાઓ કે આ-રોદ્રધ્યાન, એ સર્વ વ્રતો વિષયક માનસિક અતિચારો છે. “આ સર્વ દોષોનું હે ભગવંત! મનથી પ્રતિક્રમણ કરું છું અર્થાત્, હૃદયપૂર્વક આલોચન કરી મનને શુભ ભાવમાં, શુભ ચિંતન કે શુભ ધ્યાનમાં જોડી હું પુનઃ વ્રતાદિમાં સ્થિર કરું છું.”
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“મન, વચન, કાયાના નિયંત્રણ વિના વ્રતનિયમોનું સુવિશુદ્ધ પાલન અશક્ય છે, આ વસ્તુ હું સમજું છું. તોપણ આજના દિવસમાં હું મારા મન, વચન, કાયા ઉપર પૂર્ણ નિયંત્રણ રાખી શક્યો નથી. આ કારણે ઘણે સ્થળે હું વ્રતમર્યાદા ચૂકી ગયો છું. આ મેં ખોટું કર્યું છે. આ પાપથી પાછા વળવા હું કાયાના અનુકૂળ વ્યવહારથી થએલા દોષોનું કાયાને પ્રતિકૂળ બને તેવા વ્યવહાર દ્વારા, વાણીના અનિયંત્રણથી થયેલા દોષોનું વાણીના નિયંત્રણ દ્વારા, અને મનની ચંચળતાથી થયેલા દોષોનું મનને અશુભ ભાવથી રોકી શુભભાવમાં સ્થિર કરવા દ્વારા, પ્રતિક્રમણ કરીશ, અને આ રીતે વ્રતમાં હું સ્થિર થઈશ.”
અવતરણિકા :
બાર વ્રતના અતિચારો જણાવી હવે વ્રતધારી શ્રાવકને કરવા યોગ્ય જે શુભ ક્રિયાઓ છે, અને ન કરવા યોગ્ય જે અશુભ ક્રિયાઓ છે; તે વિષયમાં જે અતિચાર લાગ્યા હોય તે જણાવી, તેમાં લાગેલા દોષોનું વિશેષથી પ્રતિક્રમણ જણાવે છે
ગાથા :
વંજ-વય-સિરા-રવેસુ, સન્ન-વસાય-હેલું છે
गुत्तीसु अ समिईसु अ, जो अइआरो अ तं निंदे ।।३५।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ વન્દન-વ્રત-શિક્ષા-પરવેણુ, સંજ્ઞા-પાથ-વંદેપુ !
गुप्तिषु च समितिषु च, योऽतिचारः च तं निन्दामि ।।३५ ।। ગાથાર્થ : દેવ-ગુરુને વંદન, બાર વ્રત, (ગ્રહણ-આસેવન) શિક્ષા, ત્રણ ગારવ, ચાર સંજ્ઞા,