________________
સૂત્રસંવેદના-૪.
કહેવી વગેરે ચતુષ્પદ સંબંધી તમામ પ્રકારનાં અસત્ય તે બીજું મોટું જૂઠ છે, જે શ્રાવકે બોલવાનું નથી. ૩. ભૂખ્યલીક ભૂમિ સંબંધી જૂઠાણું.
સ્વાર્થ કે લોભને વશ બની, પારકી જગ્યાને પોતાની કહેવી અને પોતાની જગ્યાને પારકી કહેવી, રસાળ ભૂમિને ઉખર ભૂમિ કહેવી વગેરે ભૂમિ સંબંધી જૂઠાણું તે ત્રીજું મોટું જૂઠાણું છે.
આ ત્રણ જૂઠાણાંના ઉપલક્ષણથી સર્વે દ્વિપદ (મનુષ્ય એટલે કે નોકર, ચાકર વગેરે કોઈપણ મનુષ્યો કે પંખીઓ વગેરે) સંબંધી ચતુષ્પદ (પશુ) સંબંધી અને અપદ (જર, જમીન, અલંકાર સંબંધી) જૂઠું ન બોલવું તેવી પ્રતિજ્ઞા આવી જાય છે.)
જિજ્ઞાસા જો કન્યા આદિ શબ્દથી ક્રિપદ, ચતુષ્પદ અને અપદ લેવાનાં છે, તો તેમા દુનિયાના લગભગ બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે, છતાં શાસ્ત્રમાં આ ત્રણ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો?
તૃપ્તિ ઃ આમ તો દ્વિપદ, ચતુષ્પદ અને અપદમાં દુનિયાના લગભગ બધા પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. તેથી શક્ય પ્રયત્ન શ્રાવકે કોઈ પણ વસ્તુવિષયક જૂઠું બોલવાનું નથી, તો પણ કન્યા, ગાય કે જમીન સંબંધી બોલાતું જૂઠું લોકમાં પણ અતિ ગણીય-નિંદાનું કારણ છે, વિશેષ અપ્રીતિને કરનાર છે. માટે શ્રાવકે આવું જૂઠું તો ન જ બોલવું જોઈએ, તે જણાવવા ટીકાકારે ખાસ આ ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો જણાય છે.
૪. ન્યાસાપહાર: “ન્યાસ' એટલે થાપણ, તેનો “અપહાર' કરવો એટલે તેને ઓળવવી.
કોઈએ સાચવવા આપેલી વસ્તુને થાપણ કહેવાય છે. આ થાપણને પોતાની કરી રાખી લેવી, અને થાપણ મૂકનારને કહેવું કે “તેં કોઈ વસ્તુ મને રાખવા આપી જ નથી. અથવા મેં તને પાછી આપી દીધી છે, તેમાં હું કાંઈ પણ જાણતો નથી, તું તો ખોટું બોલે છે' આ મોટું જૂઠાણું કહ્યું છે. તેનાથી સામી વ્યક્તિને અત્યંત દુઃખ થાય છે, ન કલ્પી શકાય તેવો આઘાત લાગે છે અને ઘણી વાર એ આઘાતથી તેનું મૃત્યુ થવાનો પણ સંભવ રહે છે.
૫. ફૂટસાક્ષી કોઈની ખોટી સાક્ષી પૂરવી. પૈસાની કે સત્તાની લાલચથી, લાગવગથી કે શેહશરમથી, કોર્ટ-કચેરીમાં કે