________________
સૂત્રસંવેદના-૪
અસલી વસ્તુ સમાન જ દેખાતી નકલી વસ્તુને અસલીમાં ખપાવવી. જેમ કે વેજીટેબલ ઘીને ‘આ શુદ્ધ ઘી છે' તેમ કહી શુદ્ધ ઘીના ભાવે વેચવું. તાંબા-પિત્તળ મિશ્રિત સોનાને ‘આ શુદ્ધ સુવર્ણ છે' તેમ કહી શુદ્ધ સોનાના ભાવે આપવું. આ રીતે નકલી વસ્તુને અસલી વસ્તુના ભાવે જ કોઈને વેચવી, તે ‘તદ્ઘતિરૂપ' નામનો ત્રીજો અતિચાર ગણાય છે; કેમ કે, આ રીતે સામાન્ય માણસને છેતરવાનું કાર્ય કરવામાં આવ્યું હોય છે. આ પ્રકારે અનૈતિક માર્ગે આવેલું ધન એ ચોરીનું ધન ગણાય. આવું ધન જીવનમાં દુ:ખ, અશાંતિ, ઉદ્વેગ સાથે નૈતિક અધઃપતન સિવાય કાંઈ જ આપતું નથી.
विरुद्धगमणे अ
૧૧૦
રાજ્યવિરુદ્ધ આચરવામાં
પોતે જે રાજ્યમાં કે દેશમાં રહેતા હોય, તેના શત્રુ રાજ્યમાં, પોતાના દેશના રાજાની આજ્ઞા વિના વ્યાપાર માટે જવું, કે રાજાની આજ્ઞા કે કાયદાનું ઉલ્લંઘન કરવું, કે રાજ્યપ્રતિબંધિત વસ્તુઓનો વ્યાપાર કરવો, રાજ્ય દ્વારા નિર્દેશેલ કરવેરા ન ભરવા વગેરે કાર્યો કરવાથી રાષ્ટ્રદ્રોહ થાય છે. રાજ્ય સંબંધી આવી ચોરી તે આ વ્રતવિષયક ચોથો અતિચાર છે.
कूडतुल - कूडमाणे
અનાજ વગેરેનું વજન જેનાથી થાય છે તેવા કિલો વગેરેનાં વજનિયાંને (બાંટને) તોલ કહેવાય છે, અને કાપડ વગેરેને જેનાથી મપાય છે તેને માપ કહેવાય છે. વ્યાપાર કરતી વખતે કોઈ વ્યક્તિ જો તોલ-માપનાં સાધનો ખોટાં રાખે, વસ્તુ લેવાના પ્રસંગે વધુ પ્રમાણમાં લઈ લે અને આપવાના પ્રસંગે ઓછું આપે, તો આવા પ્રસંગે પરવંચના થાય છે અને પારકાનું અહિત થાય છે. આવા સાધનોનો ઉપયોગ કરીને અણહક્કનું અધિક લેવાથી અને ઓછું આપવાથી આ વ્રતમાં અતિચાર લાગે છે.
-
ખોટાં તોલ, ખોટાં માપ
આ પાંચ અતિચારના ઉપલક્ષણથી જે કોઈ પ્રવૃત્તિને કારણે અન્યનું અહિત થાય, અણહક્કનું ધન ઘરમાં આવે, તે સર્વ પ્રવૃત્તિઓ ગ્રહણ કરી લેવાની છે. આવી સર્વ પ્રવૃત્તિઓ વ્રતને દૂષિત કરે છે, વ્રતમાં અતિચાર લગાડે છે.
पक्किमे देसिअं सव्वं પણ અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.
-
ત્રીજા વ્રતના વિષયમાં દિવસ દરમ્યાન જે કોઈ