________________
ત્રીજું વ્રત
૧૦૯
પોતાના મનને એવું તૈયાર કર્યું હોય કે પ્રાયઃ અણહક્કની ચીજ ઉપર પોતાની નજર પડે જ નહિ. આમ છતાં પ્રમાદને પનારે પડેલો શ્રાવક ક્યારેક લોભને આધીન થઈ જાય ત્યારે તેનાથી સીધી રીતે નહિ પણ આડકતરી રીતે ચોરી જેવા વ્રતને દૂષિત કરનારાં કાર્યો થઈ જાય છે. આવાં કાર્યો સામાન્યથી આ પાંચ પ્રકારે થતાં હોય છે. તેના-પોn - ચોરેલી વસ્તુ સ્વીકારવી કે ચોરને પ્રેરણા આપવી. તેનાત - જોન = ચોર. શાહત = લાવેલું. ચોરે ચોરીને લાવેલું ગ્રહણ કરવું. ચોરી કરીને લાવેલ સોના, ચાંદી કે અન્ય મૂલ્યવાન ચીજ, વસ્તુઓ, પકડાઈ જવાના ભયથી ચોરો તેને અત્યંત મામૂલી કિંમતે વેચી દેતા હોય છે. આ સ્થિતિમાં કોઈપણ શ્રાવક લોભવશ આ ચીજ-વસ્તુઓ ખરીદી લે તો આ વ્રત વિષયક પ્રથમ
અતિચાર છે. - તેનાથો-સ્તન એટલે ચોર પ્રયોગ એટલે પ્રેરણા = ઉત્તેજન.
ચોરને ચોરી કરવામાં ઉત્તેજન આપવું તે સ્તનપ્રયોગ છે. ચોરની સાથે લેવડદેવડનો વ્યવહાર રાખવો, ચોરી કર્યા બાદ તેની પ્રશંસા કરવી, ચોરી માટે જોઈતાં ઉપકરણો આપવાં, રહેવા આશ્રય આપવો, અન્ન-પાણી આપવાં વગેરે રીતે ચોરને
ચોરી કરવાનું ઉત્તેજન આપવું તે બીજો અતિચાર છે. - “મારે ચોરી ન કરવી આ પ્રકારના વ્રતવાળા શ્રાવકને ચોરીની વસ્તુ લેવી, કે - સીધી કે આડકતરી રીતે ચોરને ઉત્તેજન મળે તેવું કાંઈ પણ કરવું તે પરમાર્થથી - આંશિક વ્રતભંગસ્વરૂપ હોવાને કારણે અતિચારરૂપ છે.
- તફિરે - સારા માલમાં ખરાબ કે નકલી માલની ભેળસેળ કરવી.
1. વોરશોરાપો મની બે શાપથી !
ગઃ સ્થાતિ વરિટ સવિર: મૃત: | ચોરી કરનાર, ચોરી કરાવનાર, ચોરી માટે મસલત કરનાર, ચોરીના ભેદને જાણનાર, ચોરીના માલને ખરીદનાર, ચોરને અન્ન-પાણી આપનાર, ચોરને આશ્રય આપનાર એમ ચોરના સાત પ્રકારો છે.
- શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર અ૭ સૂત્ર ૨૨ 2. (તે) ખગો - ચોરોને ચોરી કરવાની પ્રેરણા આપવી.
સૂત્રમાં જો કે “પોને' જ શબ્દ છે, તો પણ “સૂરના સૂર આ કથનથી ‘પગોને' શબ્દથી સ્તનપ્રયોગ શબ્દનું ગ્રહણ કરવાનું છે.