________________
ત્રીજું વ્રત
૧૧૧
“ત્રીજા વ્રતના વિષયમાં અવિચારકતાથી, અજ્ઞાનતાથી મારા દ્વારા જે કોઈ અતિચારનું આચરણ થઈ ગયું હોય તે સર્વથી હું પાછો વળું છું, તેનું પ્રતિક્રમણ કરું છું, જે લોભવૃત્તિને કારણે આવા અતિચારો સેવાયા છે તેનાથી નિવૃત્ત થવા અતઃકરણપૂર્વક તેની નિંદા અને ગહ કરું છું, અને પુનઃ આવું ન થઈ જાય તે માટે જાગૃતિ રાખવા સંકલ્પ કરું છું.” આ રીતે વિચારી શ્રાવક ત્રીજા વ્રતના સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરે છે.
આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે - “અસ્તેય એ આત્માનો સ્વભાવ છે, તો પણ સર્વથા અદત્તાદાન-વિરમગરૂપ ત્રીજા મહાવ્રતનું પાલન કરવું તે મારા માટે ટચલી આંગળી ઉપર મેરુ પર્વત ઉપાડવા જેવું અતિદુક્કર કાર્ય છે. તો પણ સંસારસાગર પાર કરવામાં આધારરૂપ નાની નાવ સમાન “મોટી ચોરી ન કરવી' તેવું વ્રત મેં લીધું છે. તેનું અણીશુદ્ધ પાલન કરવા યથાશક્તિ પ્રયત્ન પણ કર્યો છે. આમ છતાં પ્રમોદથી, લોભથી અને વત પ્રત્યેની બેદરકારીથી મારાથી વતને મલિન કરનારા, કરચોરી જેવા કોઈક અતિચારો સેવાઈ ગયા છે. આ મેં ખોટું કર્યું છે, તેનાથી મેં મારી મુક્તિ દૂર કરી છે, જીવનની શાંતિ ગુમાવી છે, મારો આ ભવ અને પરભવ બન્ને બગાડ્યા છે. આથી તે પાપો અને પાપ કરાવનાર અંતરંગ હીન વૃત્તિઓનો તિરસ્કાર કરું છું. ગુરુભગવંતો સમક્ષ ગહ કરું છું અને આવા ભાવોથી મારા આત્માને પાછો - વાળું છું” .
જીવનમાં પુનઃ પુનઃ આવા દોષોનું આસેવન ન થાય તે માટે પ્રાણના ભોગે પણ આ વ્રતનું અણીશુદ્ધ પાલન કરનાર અંબડપરિવ્રાજક અને તેના ૭૦૦ શિષ્યોનાં ચરણે મસ્તક ઢાળી પ્રણામ કરું છું. અને મારામાં પણ વ્રતપાલન માટેનું એવું સત્વ પ્રગટે, તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.”
૩. અંબડ પરિવ્રાજક એક વાર પોતાના ૭00 શિષ્યો સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. એ
વખતે તરસથી સૌના પ્રાણ કંઠે આવી ગયા હતા. ત્યાં જ એક પાણીથી ભરેલું સરોવર દેખાયું. પાણી સામે હતું પણ આપનાર કોઈ નહોતું. સૌને અદત્ત ન લેવું તેવું વ્રત હતું. દરેકને તરસથી પ્રાણ જાય તે મંજૂર હતું, પણ પ્રતિજ્ઞા તોડવાની ઈચ્છા નહોતી, તેથી સર્વએ અણસણ સ્વીકાર્યું, આયુષ્ય પૂરું થતાં સર્વે સ્વર્ગે સિધાવ્યા.