________________
૧૧૨
સૂત્રસંવેદના-૪
ચિત્તવૃત્તિનું ઘડતર :
આ ગાથામાં જણાવેલા અતિચારોનું પુન: ક્યારેય આસેવન ન થાય તેવું ચિત્ત તૈયા૨ ક૨વા નીચેના મુદ્દા ખાસ વિચારવા જોઈએ -
* ધંધામાં, લેવડ-દેવડમાં વ્યવહાર ચોક્ખો રાખવો.
- ચોપડા ચોખ્ખા રાખવા.
- લોભથી કરચોરી કરવાનું મન થાય ત્યારે લોભનાં કટુ વિપાકો તથા ચોરીનું મહાપાપ અને તેનાં ભયંકર પરિણામો તથા સરકારી ભય આદિનો વિચાર કરવો. ભૌતિક સાધનોથી મોટાઈ નથી પણ ઉદારતા આદિ ગુણસમૃદ્ધિથી મોટાઈ છે, એમ વિચારી-પોતાની આવક પ્રમાણે ખર્ચ કરવાના આગ્રહી રહેવું, જેથી વધુ કમાવાની વૃત્તિથી ચોરી કરવાનું મન ન થાય.
* જીવનપદ્ધતિ એવી અપનાવવી કે ઓછી વસ્તુઓથી ચાલે, જેથી વધુ સામગ્રી ભેગી કરવા ચોરી કરવાનું મન ન થાય..
નાનપણથી જીવનમાં નાની પણ ચોરી કરતાં અટકવું અને બાળકને પણ અટકાવવું; કેમ કે આવા કુસંસ્કારો જ ભવિષ્યમાં મોટી ચોરી કરવા પ્રેરે છે.
• ચોરી કરી અન્યાયથી કે અણહક્કથી મેળવેલું ધન જીવનમાં શાન્તિ નથી આપતું, પરંતુ મન સતત ભય, ચિન્તા કે મર્લિન વિચારોથી ઘેરાયેલું રહે છે.
- ચોરીના કારણે બીજાં અનેક પાપો કરવાં પડે છે.