________________
સાતમું વ્રત
આ
તૃપ્તિ : શ્રમણભગવંતોનો સુખનો વિષય છે-આંતરિક ગુણોનો ભોગ. આ ભોગ સ્વાધીન છે, વાસ્તવિક સુખને આપનાર છે. તેમાં સ્વ-પર કોઈને પીડાનો પ્રશ્ન આવતો નથી, અને આ ભોગનો આનંદ જીવ સતત માણી શકે છે. આ જ કારણથી મહાત્માઓ બાહ્ય ભોગની ઉપેક્ષા કરી સતત જ્ઞાનાદિ અને સમતાદિ ગુણોના ભોગ માટે પ્રયત્ન કરે છે. જેટલા અંશે આ ગુણોની વૃદ્ધિ થાય છે તેટલા અંશમાં તેમના આનંદની માત્રા પણ વધતી જાય છે. તેમના આ આનંદને કોઈ લૂંટી શકતું નથી, ગમે તેવાં નિમિત્તો તેમના સુખને પીંખી શકતાં નથી. બાહ્ય પ્રતિકૂળતાઓ પણ તેમને પરેશાન કરી શકતી નથી. આ કારણથી તેઓ ક્યાંય પણ હોય, ગમે તેવાં નિમિત્તો વચ્ચે હોય, તો પણ આનંદ અને મસ્તીથી જીવન જીવતા હોય છે.
૧૩૯
આથી જ જ્ઞાનીઓએ પણ આવા ભોગમાં નિયંત્રણ મૂકવાની ક્યાંય વાત કરી નથી; પરંતુ જે ભોગ જીવ માટે દુઃખકારક છે, તેવા જ ભોગમાં નિયંત્રણ મૂકવા માટે આ વ્રતનું વિધાન કરેલ છે.
શ્રાવકને પણ સાધુ જેવું નિર્લેપભાવવાળું ભોગરહિત જીવન અત્યંત પ્રિય છે, અને તે માટે તે સતત પ્રયત્નશીલ રહે છે; તો પણ, અત્યારે પોતાનામાં એવું સત્ત્વ નથી કે આવું જીવન સ્વીકારી શકે. આ કારણે આવા સંયમજીવનનું લક્ષ્ય રાખી, પોતાની શક્તિ અને સંયોગોનો વિચાર કરી ભોગોપભોગને નિયંત્રણમાં લાવવા શ્રાવક આ વ્રતનો સ્વીકાર કરે છે.
વ્રતધારીના આચારો :
ભોગોપભોગપરિમાણ વ્રતનો સ્વીકાર કરી વ્રતધારી શ્રાવક, ઉત્સર્ગ માર્ગે તો જેમાં પોતાના નિમિત્તે આરંભાદિ (હિંસાદિ) ન થયા હોય તેવો નિર્દોષ આહાર વાપરે. નિર્દોષ આહાર વાપરવાનું ન બની શકે તો અલ્પ આરંભથી બનેલ આહાર વાપરે, અને તેમાં પણ સચિત્તનો ત્યાગ કરે; કેમ કે સચિત્ત જળ કે સચિત્ત આહાર વિકાર ઉત્પન્ન કરે છે. ‘આ જીવ છે' તેવી પ્રતીતિ હોવા છતાં તેને ખાનારના પરિણામ ક્રૂર અને હિંસક બને છે. અયિત્ત આહાર મળી શકે તેવા સંયોગ ન હોય, અને અમુક સમયથી વધુ ટકવાનું પોતાનું સામર્થ્ય કે ધૈર્ય ન હોય, ત્યારે અથવા પોતાની ઈચ્છાને રોકવી અસંભવિત લાગતી હોય ત્યારે, કદાચ સચિત્ત ભોજન કે પાણી લેવું પડે, તો પણ અમુક પ્રમાણથી અધિક તો મારે ન જ લેવું તેવો નિયમ કરે. સચિત્તમાં પણ શાસ્ત્રકારોએ જેનો નિષેધ કર્યો છે તેવા માંસ, મદિરા આદિ તો ગ્રહણ ન કરે. આમ છતાં રાજકુળો, ક્ષત્રિયકુળો આદિમાં જન્મવાના કારણે દૃઢ થઈ ગયેલા કુસંસ્કારોની મજબૂરીથી કદાચ સદંતર આવી ચીજોનો ત્યાગ ન થઈ