________________
આઠમું વ્રત
૧૬૯
સંમ્પિ સાપ, તમિ કુળવ્યા નિકે - ત્રીજા ગુણવ્રત-અનર્થદંડ વિરમણ વ્રતના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું.
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે ખૂબ સાવધાન રહેવું જોઈએ. મહાપુણ્યથી મળેલા મન, વચન, કાયાના યોગનો નિરર્થક વપરાશ ન કરવો જોઈએ. યથાયોગ્ય સ્થાને જ્યારે ઉપયોગ કરવો પડે ત્યારે પણ ક્યાંય પ્રમાદનું પોષણ કે બિનજરૂરી હિંસા ન થઈ જાય, તેની કાળજી રાખવી જોઈએ. આમ છતાં પ્રમાદને વશ થઈ, લોકહેરિમાં તણાઈ કે સંજ્ઞાઓની તીવ્રતાના કારણે ઉપર જણાવ્યા તેવા કે તે સિવાયના, આ વ્રત વિષયક કોઈપણ નાના મોટા દોષનું આસેવન થયું હોય, તો તેને સ્મરણમાં લાવી અંતઃકરણપૂર્વક તેની નિંદા કરવી જોઈએ, અને પુનઃ આવા દોષનું સેવન ન થઈ જાય તે માટે યત્નવાળા થવું જોઈએ.
આ ગાથાનું ઉચ્ચારણ કરતો‘શ્રાવક વિચારે કે, “સંયમજીવન તો દુષ્કર છે જ; પરંતુ, દેશવિરતિધર્મનું પાલન પણ સુકર નથી. જીવનમાં પૂર્ણ જાગૃતિ હોય, પ્રમાદાદિ દોષોમાંથી મુક્તિ મેળવવાનો પ્રચંડ પ્રયત્ન ચાલું હોય, તો જ આ વ્રતનું અણીશુદ્ધ પાલન થઈ શકે છે. શુભ ભાવમાં આવી, ઉત્સાહપૂર્વક મેં પણ આ વ્રતનો સ્વીકાર તો કર્યો છે, પરંતુ પ્રમાદાદિ દોષોને કારણે ડગલે ને પગલે સાવધાની રાખી શકતો નથી. દિવસભરની પ્રવૃત્તિ સામે દષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે મેં મનથી ઘણા નિરર્થક વિચારો કર્યા છે, બિનજરૂરી વાણી પણ બોલાઈ છે અને કાયાથી પણ મેં કેટલીય અનુપયોગી પ્રવૃત્તિઓ કરી છે. તે સર્વ પ્રવૃત્તિઓને સ્મૃતિપટ પર લાવી, હે ભગવંત ! તેની ક્ષમા યાચું છું.
આજીવન નિરતિચાર સંયમ પાળવાનું તો મારું સામર્થ્ય નથી, પરંતુ આનંદ, કામદેવ વગેરે શ્રાવકોની જેમ નિર્મળ દેશવિરતિધર્મ પાળવાની પણ મારી શક્તિ નથી. ઋષભદેવ ભગવાનની પુત્રી સુંદરીએ તો ૬૦,૦૦૦ વર્ષો સુધી આયંબિલના તાપૂર્વક સંપૂર્ણ શરીર - શણગારનો ત્યાગ કર્યો હતો. આ રીતે વ્રતનો સ્વીકાર કરી આજીવન શુદ્ધ વ્રતનું પાલન કરનાર મહાત્માઓનાં ચરણોમાં પ્રણામ કરું છું, અને તેમને પ્રાર્થના કરું છું કે આપના જેવી દેશવિરતિપાલનની શક્તિ મારામાં પણ પ્રગટાવવા કૃપા કરો.”