________________
૧૬૮
સૂત્રસંવેદના-૪
મશ્કરી કરવી, અતિ હાસ્ય કરવું તે કંદર્પ છે. “વિકારી ભાવોને જાગૃત કરે તેવાં નાટક - પિશ્ચરો વગેરે ન જોવાં આ પ્રકારના વ્રતવાળો શ્રાવક, આવું જાણી જોઈને ન કરે; તો પણ, ક્યારેક અજાણતાં કે પ્રમાદથી આવું કાંઈ પણ થાય, તો તે આ વ્રતમાં પ્રથમ અતિચારરૂપ ગણાય છે.
છે - કૌત્કચ્ય-નેત્રાદિની વિકૃત ચેષ્ટા. આંખના કટાક્ષો, કામુક દૃષ્ટિ, મુખના વિકૃત હાવભાવો, લોકને આકર્ષવા માટે કરાતી અન્ય કોઈપણ વિકૃત ચેષ્ટા, કે હલકાઈ જણાઈ આવે તેવા હાવભાવને કૌત્કચ્ય કહેવાય છે. વળી, લોકને હસાવવા માટે જ બોલવું, ચાલવું કે ચેષ્ટા કરવી તે પણ આ વ્રતમાં “કૌત્ક” નામના અતિચારરૂપ છે. શ્રાવક માટે આવી ક્રિયા વ્રતભંગરૂપ છે, પરંતુ ઉપયોગશૂન્યતાથી થઈ જાય તો તે આ વ્રતનો બીજો અતિચાર છે. આ બન્ને અતિચારો પ્રમાદાચરણના ત્યાગવિષયક છે. મોદર - મૌખર્ય - વાચાળતા.
ઉચિત-અનુચિતનો વિચાર કર્યા વિના બોત્યે જરાખવું, ગપ્પાં મારવાં, નિરર્થક વાતો કરવી; આ ત્રીજો અતિચાર પાપોપદેશના ત્યાગ સંબંધી છે.
હિર - સંયુક્તાધિકરણ.
અનાવશ્યક હિંસક સાધનો તૈયાર કરવાં, (હિંસક હથિયારો સજીને તૈયાર રાખવાં.) ગાડી, ગાડાં વગેરે પહેલેથી જોડીને રાખવાં. આ ચોથો હિંસપ્રદાન સંબંધી અતિચાર છે.
મો-એરિસ્તે - ભોગાતિરિક્તતા. આવશ્યકતા કરતાં વધુ પ્રમાણમાં ભોગવિલાસનાં સાધનો રાખવાથી કે ઘણી ભોગસામગ્રી રાખવાથી જયણા પણ પાળી શકાતી નથી, અને ક્યારેક તો વિવેક પણ ચુકાય છે. આથી આ વ્રતમાં તે પાંચમા અતિચાર રૂપ છે.
7. કૌત્કચ્ય = કુતુ અવ્યય છે. તેનો અર્થ કુત્સા-ખરાબ થાય છે. એ કુતું' અવ્યય અને કુ”
ધાતુને ભાવ-અર્થમાં પ્રત્યય લગાવવાથી “કૌત્કચ્ય” શબ્દ બન્યો છે. તેનો “ભાંડ-ભવૈયાફાતડાની જેમ સ્તન, આંખની ભ્રમરો કે આંખ, હોઠ, નાક, હાથ, પગ અને મુખ વગેરે અવયવોથી ખરાબ ચેષ્ટાઓ-ચાળા કરવા એવો અર્થ છે. અર્થાત્ ભાંડ-ભવૈયાની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી, તેને કૌન્દુઓ કહેવાય. કોઈ જગ્યાએ “કૌકુ' એવો પણ શબ્દ મળે છે. તે પણ કુત્સિત અર્થમાં કુ અવ્યય અને “કુર્ચ ધાતુને પ્રત્યય લગાવવાથી બને છે.