________________
માતાની સ્મૃતિમાં
* “મા” - આ શબ્દ કોના માટે સુખકારી ન હોય ? મારી વાત કરું તો આ શબ્દ મારા માટે માત્ર સુખકારી નહિ પણ ભાવોભવ માટે હિતકારી પણ છે. આ પુસ્તક પ્રકાશન પાછળનું કોઈ પ્રેરક તત્ત્વ હોય તો તે છે, મારા બંને પક્ષના માતુશ્રી પ્રભાબેન રતીલાલ (મારા સાસુ) અને કમળાબેન સુબોધચંદ્ર. આ બંને વડિલોએ સુંદર રીતે સૂત્રાર્થનો અભ્યાસ કરેલો અને જીવનને પણ શ્રાવક જીવનના આચારોથી સુવાસિત રાખેલું.
ધર્મસંગ્રહ' જેવા મહાન ગ્રંથની રચના જેમની તત્ત્વજિજ્ઞાસાને સંતોષવા કરાયેલી, તે ઇતિહાસ પ્રસિદ્ધ અમદાવાદના શ્રીમાળી જ્ઞાતીના શેઠ શ્રી શાંતિદાસના વંશજ શેઠ શ્રી મયાભાઈ સાંકળચંદના સંસ્કારી કુટુંબમાં મારા માતુશ્રી કમળાબેનનો જન્મ થયો હતો. ગર્ભ શ્રીમંતાઈમાં મોટા થવા છતાં તેમને પૂર્વજોના ભૌતિક વારસા કરતાં આધ્યાત્મિક વારસો વિશેષથી મળ્યો. નાનપણમાં જ તેમને ૫ પ્રતિક્રમણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ક કર્મગ્રંથ, કમ્મપયડી, જ્ઞાનસાર આદિ સૂત્રોનો અર્થ સહિત અભ્યાસ કરેલ. શેઠ શ્રી સુબોધચંદ્ર પોપટલાલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા પૂર્વે તો તેમને સંસ્કૃત-પ્રાકૃત ઉપર પ્રભુત્વ કેળવી, સંસ્કૃતના પાંચ મહાકાવ્યોનું વાંચન પણ કરેલ. છેલ્લા વર્ષો દરમ્યાન તે રોજ ૧૦ સામાયિક કરતાં. ધર્મસંગ્રહ, ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, પ્રબોધટીકા, ઉપદેશમાળા, સંવેગરંગશાળા, અધ્યાત્મ કલ્પદ્રુમ - આદિ ગ્રંથોનું પરિશીલન કરી ગંભીર માંદગીમાં પણ તે ચિત્તને સ્વસ્થ રાખી
શકતાં. પુત્ર કિરણભાઈની ગૃહમંદિર બનાવવાની અંતિમ ભાવનાને તેમણે પુત્રવધૂ સરલાબેન સાથે સ્ફટીક રત્નમય પ્રભુ પ્રતિમા ભરાવી હર્ષોલ્લાસ અને શાસ્ત્રીય માર્ગદર્શનપૂર્વક સંપન્ન કરી હતી.
જ્ઞાનોપાસના અને ત્યાગપ્રધાન જીવનના ફળસ્વરૂપે તેમને સં. ૨૦૫૧ વૈ. સુ. ૯ના દિવસે સમાધિમય મૃત્યુ સાંપડ્યું. પપૂ.પ્રશમિતાશ્રીજી મસા. સ્વયં તેમને નિર્ધામણા કરાવવા પધાર્યા હતા. અરિહંતનું શરણ, દુષ્કતની ગઈ, સુકૃતની
અનુમોદના કરી નમસ્કાર મહામંત્ર અને ઉવસગ્ગહર સ્તોત્ર સાંભળતાં તેઓએ - નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. તેમના અંતિમ શબ્દો હતાં “
મિચ્છા મિ દુક્કડ'. તેમના મૃત્યુ સમયે મને પણ મારા જીવનને ૧૨ વ્રતો સ્વીકારી, વિરતિમય બનાવવાની ભાવના જાગી. વ્રતોની સમજણ આપતું લખાણ તૈયાર કરી આપવા