________________
सत्थ
अग्गि
मुसल
जंतग
तण
कट्ठे
मंत
मूल
-
-
આઠમું વ્રત
શસ્ત્ર ચપ્પુ, છરી, તલવાર, રીવોલ્વર, રાયફલ, બંદૂકો વગેરે અનેક પ્રકારનાં શસ્ત્રો.
અગ્નિ - અનેક પ્રકારનો અગ્નિ તથા અગ્નિ પેટાવવાનાં સાધનો માચીસ, લાઈટ૨ વગેરે.
મુસળ - સાંબેલું, ખરલ, ખાંડણી, હળ વગેરે.
યંત્ર - ઘરઘંટી, વૉશીંગ મશીન, મીક્સર, ગીઝ૨ વગેરે અનેક પ્રકારનાં યંત્રો.
તૃણ - દર્ભ આદિ ઘાસ અથવા જિવાતને દૂર કરવાની તૃણરૂપ ઔષધ..
૧૬૧
કાષ્ઠ બળતણ માટેનાં કે ઓજારો બનાવવા માટે ઉપયોગમાં આવતાં લાકડાં.
મંત્ર - વશીકરણ આદિ માટે વપરાતાં મંત્રો.
મૂળિયાં - તાવ વગેરે રોગોને દૂર કરનાર ઝાડનાં મૂળિયાં અથવા ગર્ભ ગાળનાર કે પાડનાર મૂળકર્મ.
મેસજ્જે - ભૈષજ્ય
પ્રાણીની પ્રકૃતિનો ભ્રંશ કરાવે તેવી ઉચ્ચાટનની ક્રિયામાં ઉપયોગી અનેક વનસ્પતિના મિશ્રણથી બનાવેલ વિવિધ ચૂર્ણ વગેરે.
-
વિને નવાવિણ વા, પડિમે વેસિગ સર્વાં - (ઉપર જણાવેલી સર્વ વસ્તુઓ) પોતે આપી હોય કે અન્ય પાસે અપાવી હોય, તે અંગે જે કોઈ પાપ લાગ્યું હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું.
“ઉપર જણાવેલી સર્વ વસ્તુઓ હિંસાનું કારણ બને છે, માટે આવી વસ્તુઓ કોઈને આપવી ન જોઈએ અને અપાવવી પણ ન જોઈએ, આમ છતાં દાક્ષિણ્યતાદિ કારણ સિવાય આવી વસ્તુઓ કોઈને આપી હોય કે અપાવી હોય, તે કારણે દિવસ દરમ્યાન હિંસામાં નિમિત્ત બનાયું હોય, તો તે સર્વ દોષોથી હું પાછો વળું છું.” આ
• यन्त्रलाङ्गलशस्त्राग्निमुशलोदूखलादिकम् । दाक्षिण्याविषये हिंस्रं नार्पयेत्करुणापरः ।। ७७ ।।
वृत्तौ - दाक्षिण्याविषय इति पूर्ववत् ।
. योगशास्त्र तृ. प्र.