________________
સૂત્રસંવેદના-૪
પ્રાણો છે. આ પ્રાણોને હાનિ પહોંચાડવી કે તેનો નાશ કરવો તે ભાવહિંસા છે.
આ ભાવહિંસા બે પ્રકારની છે. (૧) રાગ, દ્વેષ કે કષાયને આધીન બની પોતાના સમતા આદિ ભાવોનો નાશ કરવો, તે સ્વ-ભાવહિંસા છે. અને (૨) અન્યના રાગ, દ્વેષ કે ક્રોધાદિમાં નિમિત્ત બની અન્યની સમતા આદિને હણવાં, તે ૫૨-ભાવહિંસા છે.
૮૨
ભાવહિંસા કષાયરૂપ છે. તેથી આત્માને આ ભવમાં પણ પીડે છે અને પરભવમાં પણ પીડે છે. વળી સ્વ-ભાવપ્રાણની હિંસા હોય ત્યાં અન્યના દ્રવ્યપ્રાણની હિંસાની સંભાવના ખૂબ વધી જાય છે; કેમ કે, કષાયાદિની આધીનતા હોય ત્યાં પોતાના માનેલા સુખ ખાતર અન્યના દ્રવ્યપ્રાણની ઉપેક્ષા થવાની પૂરી સંભાવના છે. આથી અપેક્ષાએ શાસ્ત્રકારોએ દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા વધુ . અનર્થકારી કહી છે.
ભાવહિંસાથી બચવાના ઉપાયો :
ભાવહિંસાથી બચવા માટે, કર્મના ઉદયથી કોઈપણ નિમિત્ત મળે તેમાં ક્યાંય રાગ કે દ્વેષ ન કરવો જોઈએ, ક્રોધાદિ કષાયોથી મનને વિકૃત ન કરવું જોઈએ અને ક્યારેય ખોટા સંકલ્પ-વિકલ્પમાં પડવું ન જોઈએ, પરંતુ નિર્વિકલ્પભાવમાં રહેવા સતત યત્ન કરવો જોઈએ; અને જ્યાં સુધી નિર્વિકલ્પ અવસ્થામાં સ્થિર ન થઈ શકાય ત્યાં સુધી શુભભાવોમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો જ ભાવપ્રાણની સુરક્ષા થઈ શકે છે. .
આ જ વાતને સમજાવવા માટે મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ કહ્યું છે કે
એકતાજ્ઞાન નિશ્ચયદયા, સુગુરુ તેહને ભાખે;
જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે. ॥ ૪-૯ ||
૧૨૫ ગાથાનું સ્તવન
રાગ-દ્વેષ કે મમતા આદિ ભાવોના સ્પર્શ વિનાની શુદ્ધ જ્ઞાનગુણ સાથેની જે લીનતા છે, માત્ર જ્ઞાનની ધારામાં ઉપયોગની જે એકાગ્રતા છે, તે જ નિશ્ચય
2. આતમભાવ હિંસનથી હિંસા, સઘળાં એ પાપસ્થાન;
તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું ધ્યાન. ॥ ૮-૨૪ II - સાડાત્રણસો ગાથાનું સ્તવન