________________
ઉપસંહારની ધર્મારાધના
૨૪૭
અવતરણિકા :
પ્રતિક્રમણ કરી શુદ્ધ થયેલો શ્રાવક શુભ ભાવનાના સ્રોતને આગળ વહાવતાં કહે છે
ગાથા :
मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ ।
सम्मद्दिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ।।४७।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
अर्हन्तः सिद्धाः साधवः श्रुतं च धर्मः च मम मंगलम् ।
सम्यग्दृष्टयः देवाः समाधि च बोधिं च ददतु ।।४७।। ગાથાર્થ :
અરિહંતભગવંતો, સિદ્ધભગવંતો, સાધુભગવંતો તથા શ્રત અને ચારિત્ર ધર્મ (તે જ) મારા મંગલ છે, અને ર શબ્દથી તે જ ઉત્તમ છે અને તે જ શરણને યોગ્ય છે. સમ્યગુદૃષ્ટિ દેવો મને સમાધિ અને બોધિ આપો. વિશેષાર્થ :
* मम मंगलमरिहंता, सिद्धा साहू सुअं च धम्मो अ - અરિહંતભગવંતો, સિદ્ધભગવંતો, સાધુભગવંતો તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મ તે જ મારે મંગલ છે.
પ્રાંતે શ્રાવક પોતાની ભાવના વ્યક્ત કરતાં જણાવે છે કે- “હે ભગવંત ! મારા અજ્ઞાન અને અવિવેકના કારણે આજ સુધી અમંગળભૂત અને અકલ્યાણને કરનારી સંસારની સામગ્રીને જ મેં મંગળ અને કલ્યાણને કરનારી માની છે; પરંતુ પ્રભુ ! હવે અજ્ઞાનનું આવરણ ખસ્યું છે અને ઝાંખો પણ વિવેકનો દીપક મારા મનમંદિરમાં પ્રગટ્યો છે. માટે હવે આ સાંસારિક સામગ્રીઓ મંગળભૂત છે તેવી માન્યતાનો ત્યાગ કરું છું, અને મહાસુખના સાધનભૂત અરિહંતભગવંત, મોક્ષના મહાસુખમાં મહાલતા સિદ્ધભગવંત, ધર્મમાર્ગમાં સુસ્થિત સાધુભગવંત અને અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા શ્રતધર્મ અને ચારિત્રધર્મને હું મંગળરૂપ માનું છું. આનાથી જ મારું કલ્યાણ છે, તેમ સ્વીકારું છું.”