________________
૧૮૬
સૂત્રસંવેદના-૪
ઉચ્ચાર-પ્રસવણ-ભૂમિ એટલે વડીનીતિ, લઘુનીતિ (મલ, મૂત્ર) વગેરે પરઠવવાની ભૂમિ, જેને ઈંડિલ-ભૂમિ પણ કહેવાય છે. તેને લગતી પ્રતિલેખન પ્રમાર્જનની ખાસ ક્રિયા, તેને લગતી વિધિમાં પ્રમાદ કરવો એટલે કે તેમાં ભૂલચૂક કરવી, એ ‘ઉચ્ચારવિધિપ્રમાદ' નામનો દોષ છે.
પૌષધધારી શ્રાવકે મળ અને મૂત્ર પણ ગમે ત્યાં, ગમે તે રીતે ફેંકવો ન જોઈએ; પરંતુ જ્યાં લોકોનું આવાગમન ન હોય, જીવ-જંતુ ન હોય તેવી જગ્યામાં તેનું પારિષ્ઠાપન કરવું જોઈએ. પારિષ્ઠાપન કરતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું જોઈએ. તે વિના પાઠવે તો હિંસા થાય, અને લોકોની અવરજવર હોય તેવી જગ્યા ઉપર પરઠવે તો જૈનશાસનની નિંદા થાય. લોકો જૈનધર્મથી વિમુખ થાય, તેમાં જે પરઠવે તે વ્યક્તિ નિમિત્તભૂત બનવાથી તેને તીવ્ર મોહનીયાદિ કર્મોનો બંધ થાય છે. આથી વ્રતધારી શ્રાવકે આવા દોષો પ્રત્યે વધુ સાવધ અને સજાગ બનવું જોઈએ, તો જ આ દોષથી બચી શકાય. તદ વેવ મામો, - તે જ પ્રકારે ભોજનાદિની ચિંતા કરવામાં.
ભોજન એટલે આહાર. પૌષધ વ્રતનો સ્વીકાર કર્યા પછી ભોજન સંબંધી ચિંતા કરે, કે ભોજન મળશે કે નહિ, કેવું મળશે, વગેરેની વિચારણા તે ભોજન સંબંધી અતિચાર છે. અહીં માત્ર ભોજન સંબંધી વિચારોની વાત જણાવી છે; પરંતુ તેના ઉપરથી જેનો ત્યાગ કર્યો છે, તેવા શરીરના શણગાર, અબ્રહ્મ કે સંસારના કોઈપણ વ્યવહાર સંબંધી વિચાર, વાણી કે વર્તન કરવાથી પૌષધવ્રત દૂષિત થાય છે. પોસદ-વિદિ-વિવરી - પૌષધવિધિ વિપરીત કરવાથી.
પૌષધવ્રતનો સ્વીકાર કરીને જ્યાં સુધી આ વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં જે વિધિ કરવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે, તેમાં પ્રમોદાદિ દોષને કારણે ભોજનાદિની ચિંતા જેવી અન્ય કોઈ વિપરીત આચરણા કરે, ક્રિયા બેઠાં બેઠાં કરે, શૂન્ય મને કરે, પૌષધ લઈ સ્વાધ્યાયના બદલે વિકથાઓ કરે, સમય મળે કાયોત્સર્ગ કે ધ્યાનાદિ કરવાના બદલે નિદ્રાધીન બને. આ સિવાય પણ સ્વીકારેલા વ્રતમાં દોષ ઉદ્ભવે તેવું કાંઈ પણ મન, વચન, કાયાથી વર્તન થાય, તે પૌષધવ્રતમાં વિપરીત વિધિ” નામનો પાંચમો અતિચાર છે. 9. ધર્મસંગ્રહ, યોગશાસ્ત્ર આદિમાં અન્ય રીતે પણ પાંચ અતિચારોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. "संस्तारादानहानान्य-ऽप्रत्युपेक्ष्याऽप्रमृज्य च । ના રોડસ્કૃતિ-ઈતિવાર: પોષ તે છે”