________________
અગ્યારમું વ્રત
અહીં ખાસ એટલું “ ધ્યાનમાં લેવું કે આ ગાથામાં મુખ્યતયા પ્રમાર્જના, પારિષ્ઠાપના અને મનોગુપ્તિવિષયક અતિચારો જણાવ્યા છે; પરંતુ તેના ઉપલક્ષણથી ઈર્યા, ભાષા અને એષણાસમિતિના તથા વચનગુપ્તિના-કાયગુપ્તિના પાલનમાં જે જે દોષો લાગે છે, તેની પણ યથાયોગ્ય વિચારણા વ્રતધારી શ્રાવકે આ ગાથા બોલતાં કરવી જોઈએ.
૧૮૭
તરૂણ સિન્હાવત્ નિષે - ત્રીજા શિક્ષાવ્રતના વિષયમાં જે અતિચારોનું આસેવન થયું હોય તેની હું નિંદા કરું છું.
પૌષધવ્રતનો સ્વીકાર કરીને દયાના પરિણામપૂર્વક નીચું જોઈને ચલાયું ન હોય, મુહપત્તિના ઉપયોગ વિના બિનજરૂરી વાતચીત કે વિકથા કરી હોય, પોતાને માટે આહાર બનાવડાવ્યો હોય, વસ્ત્રાદિ જેમ તેમ લીધાં-મૂક્યાં હોય, મળ-મૂત્ર ગમે ત્યાં ગમે તેમ પરઠવ્યાં હોય, મન, વચન, કાયાને ગમે ત્યાં પ્રવર્તાવ્યાં હોય; આ સર્વ પૌષધવ્રત વિષયક અતિચાર છે. શ્રાવક આ સર્વ અતિચારોનું આલોચન કરી તેની આત્મસાક્ષીએ નિંદા કરે છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
“સર્વવિરતિ સ્વીકારવાની તો મારી શક્તિ નથી, પરંતુ તે શક્તિને પ્રગટાવવા પર્વતિથિઓમાં પૌષધ કરવાનો મેં નિર્ણય કર્યો છે; તો પણ સંસારનો રાગ મને સર્વ પર્વતિથિઓમાં પૌષધ કરતાં અટકાવે છે, અને દિવસ કે રાત્રિના જ્યારે પૌષધવ્રત સ્વીકારું છું, ત્યારે પણ અપ્રમત્તપણે જે આરાધના થવી જોઈએ તે થઈ શકતી નથી. પ્રમાદના કારણે કેટલાય દોષોનું આસેવન થઈ જાય છે. સેવાયેલા તે દોષોને સ્મૃતિમાં લાવી, તે દોષોની સહૃદય નિંદા કરું છું, ગુરુભગવંત પાસે ગોં કરું છું, પુન: આવા દોષોનું આસેવન ન થાય તે માટે મરણાંત ઉપસર્ગમાં પણ નિરતિચાર પૌષધવ્રતનું પાલન કરનાર સુવ્રતશેઠ આદિને પ્રણામ કરી તેમના જેવું વ્રત પાલનનું સામર્થ્ય પ્રગટે તે માટે પ્રાર્થના કરું છું, અને અણીશુદ્ધ વ્રતપાલનમાં પુન: સ્થિર થાઉં છું."
(૧) જોયા કે પ્રમાર્જન કર્યા વગર સંથારો કરવો.
(૨) જોયા કે પ્રમાર્ઝા વિના વસ્તુ લેવી-મૂકવી.
(૩) જોયાં કે પ્રમાર્જો વગર પરઠવવું, તેમ જ
(૪) પૌષધ પ્રત્યે અનાદર અને (૫) વિસ્મૃતિ કરવી: એ પાંચ અતિચારો પૌષધવ્રતને અંગે કહ્યા છે.