________________
૧૨૪
સૂત્રસંવેદના-૪
રૂત્તો અપુત્ર પંચમ - હવે પાંચમાં અણુવ્રતના વિષયમાં, સમ્યકત્વમૂળ બારવ્રતમાં પાંચમું વ્રત “સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત છે. તેમાં સ્કૂલ” એટલે મોટો, “પરિગ્રહ' એટલે સંગ્રહ કરવાની વૃત્તિ, અને પરિમાણ એટલે તેનું પ્રમાણ નક્કી કરવું. આમ, ધન-ધાન્ય આદિ જે નવ પ્રકારનો પરિગ્રહ હોય છે, તેને પ્રમાણયુક્ત કરવો અર્થાત્ અમુક વસ્તુ અમુક પ્રમાણથી વધુ ન રાખવી, તે “શૂલ-પરિગ્રહ-પરિમાણ વ્રત” છે. જેમ વસ્તુને મર્યાદિત કરવી તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ છે, તેમ પ્રાપ્ત કે અપ્રાપ્ત વસ્તુઓ પ્રત્યેની મૂચ્છ' કે મમત્વને ઘટાડવાં તે સૂક્ષ્મ પરિગ્રહ પરિમાણ છે.
આ પરિગ્રહ બે પ્રકારનો છે : ૧. બાહ્ય પરિગ્રહ અને ૨. અંતરંગ પરિગ્રહ બાહ્યથી દેખાતા ધન, ધાન્ય, મકાન આદિનો સંગ્રહ તે બાહ્ય પરિગ્રહ છે, તેને દ્રવ્ય પરિગ્રહ પણ કહેવાય છે; અને નવ નોકષાય, ચાર કષાય અને મિથ્યાત્વ એ ૧૪ પ્રકારના અંતરંગ ભાવોનો સંગ્રહ, તે અત્યંતર પરિગ્રહ છે, તેને ભાવ પરિગ્રહ પણ કહેવાય છે.
આ બન્ને પ્રકારનો પરિગ્રહ આત્મા માટે બંધનરૂપ છે. માનસિક અસ્વસ્થતા ઊભી કરીને તે આત્માને કર્મથી બાંધે છે. આથી મહામુનિઓ પણ બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના પરિગ્રહમાંથી સંપૂર્ણ મુક્ત થવા સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ સંયમસાધના માટે અનુપયોગી એક પણ વસ્તુ પોતાની પાસે રાખતા જ નથી. સંયમસાધના માટે આવશ્યક એવાં વસ્ત્ર, પાત્ર કે ઉપધિ વગેરે જે રાખે છે તે પણ જરૂરથી અધિક રાખતા નથી. જરૂરી ચીજોમાં પણ ક્યાંય આસક્તિ ન થાય તેની ખૂબ કાળજી રાખે છે. વળી, સંયમસાધના માટે સ્વીકારેલ વસ્ત્ર-પાત્રનો ઉપયોગ પણ તે સમભાવની વૃદ્ધિ માટે કરે છે. શરીરની અનુકૂળતા માટે ક્યારેય તેનો ઉપયોગ કરતા નથી. વળી આ સર્વ બાબતો માટે તેઓ સદા અંતરંગ જાગૃતિપૂર્વક આત્મનિરીક્ષણ કરતા રહે છે.
1 મુઠ્ઠા પરનો યુરો !
- શ્રી દશવૈકાલિક સૂત્ર પ્રાપ્ત કે અપ્રાપ્ત કોઈ પણ વસ્તુ કે પદાર્થ ઉપર મમત્વ -મૂચ્છ રાખવી તેને પરિગ્રહ કહ્યો છે. 2 दुविहो परिग्गहो वि हु, थूलो सुहुमो य तत्थ परदव्वे ।
मुच्छामित्तं सुहुमो थूलो उ धणाइ नवभेओ ।। ४२३ ।। - ધર્મસંગ્રહ વૃત્તિ પરિગ્રહ પણ સૂક્ષ્મ અને સ્કૂલ એમ બે પ્રકારનો છે, અને તેમાં પારદ્રવ્યમાં મૂચ્છમાત્ર એ સૂક્ષ્મ પરિગ્રહ છે, અને સ્થૂલ પરિગ્રહ વળી ધન-ધાન્યાદિ નવ પ્રકારનો છે. (આ વિષયની વિશેષ સમજ ગાથા નં-૩ માં આપેલ છે.)