________________
પાચમું વ્રત
આવું વ્રત શ્રાવકને અત્યંત ઈષ્ટ છે, પરંતુ અત્યારે તેનામાં તેવું સત્ત્વ નથી કે મુનિની જેમ બાહ્ય અને અત્યંતર સર્વ પરિગ્રહનો ત્યાગ કરી શકે. આમ છતાં આવી શક્તિ પ્રગટ કરવા માટે તે ‘સ્થૂલથી પરિગ્રહનું પરિમાણ' કરે છે અર્થાત્ પરિગ્રહને સીમિત કરે છે.
૧૨૫
આ વ્રત પણ પ્રથમ વ્રતનું પોષક છે, કેમ કે દ્રવ્ય-ભાવ પરિગ્રહ ઘટતાં દ્રવ્યભાવ હિંસા પણ ઘટે છે.
પાંચમા વ્રતનું સ્વરૂપ :
ધન, ધાન્ય આદિ નવ પ્રકારનો પરિગ્રહ તથા અન્ય કોઈપણ સામગ્રીઓ વિષયક જે અમર્યાદિત ઇચ્છા પ્રવર્તે છે, તેને મર્યાદિત કરવા માટે તે તે વસ્તુઓ અમુક પ્રમાણથી અધિક ન રાખવી, તેવી પ્રતિજ્ઞા કરવી તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત છે.
શ્રાવક સમજે છે કે અસંતોષ જ દુઃખનું મૂળ છે. અસંતોષને કારણે બિનજરૂરી ચીજ-વસ્તુઓ મેળવવાનું અને મેળવીને તેનો સંગ્રહ કરવાનું મન થાય છે. જેમ જેમ સંગ્રહ વધે છે તેમ તેની સાથે સંકળાયેલો આરંભ વધે છે. આરંભના કા૨ણે હિંસા વધે છે. હિંસાથી કર્મબંધ થાય છે અને કર્મબંધથી જીવ નરકાદિ દુર્ગતિને પાત્ર બને છે. આથી શ્રાવક વિચારે છે કે “જો મારે આવી અનર્થની પરંપરાથી બચવું હોય તો સૌ પ્રથમ મારે મારા મનને સંતોષી બનાવવું જોઈએ. હૈયાને એ વાતથી ભાવિત કરવું જોઈએ કે બાહ્ય વસ્તુઓ ક્યારેય પણ મને સુખી કરી શકતી નથી. તેથી મારે બને તેટલી ઓછી ચીજ-વસ્તુઓથી જીવન નિર્વાહ કરતાં શીખવું જોઈએ, અને જરૂરિયાત પૂરતી જે વસ્તુઓ રાખવી પડે તે ચીજ-વસ્તુઓ પ્રત્યે પણ 'આસક્તિ ન થાય તેની કાળજી રાખવી જોઈએ.
આવી સમજ હોવા છતાં શ્રાવક જાણે છે કે પોતાનું મન અત્યંત ચંચળ છે. જે કાંઈ જુએ તે લેવાનું મન થઈ જાય છે. તેથી બીનજરૂરી સંગ્રહ થતો જાય છે અને
3. परिग्रहस्य कृत्स्नस्यामितस्य परिवर्जनात् । इच्छापरिमाणकृतिं, जगदुः पञ्चमं व्रतम् ।।
धर्मसंग्रह
સધળા (નવેય પ્રકારના) પદાર્થોના અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરવાપૂર્વક ઈચ્છાને મર્યાદિત કરવી, તેને પંચમ અણુવ્રત કહ્યું છે.