________________
૨૨૮
સૂત્રસંવેદના-૪
પણ મારામાં હજુ સુશ્રાવકપણે પ્રગટ્યું નથી. જેના કારણે હું આલોચના નિંદા કરું છું તો પણ મારા પાપકર્મો એ પ્રકારે નાશ પામતા નથી. પ્રભુ ! આપની કૃપા વિના યોગ્યતા પણ પ્રગટતી નથી અને જેવો જોઈએ તેવો પ્રયત્ન પણ થતો નથી. આપના ચરણોમાં મસ્તક મૂકી એક પ્રાર્થના કરું છું કે પ્રભુ ! આપ મારામાં સુશ્રાવકપણું પ્રગટાવો અને મને કર્મના બંધનથી મુક્ત કરો.”
અવતરણિકા :
આલોચના અને નિંદા દ્વારા જેણે કર્મનાશ કર્યો છે એવા શ્રાવકની માનસિક પરિસ્થિતિનો પરિચય આ ગાથામાં દષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવ્યો છે
ગાથા: कयपावो वि मणुस्सो, आलोइअ निदिअ गुरु-सगासे ।। होइ अइरेग लहुओ ओहरिअ-भरु व्व भारवहो ।।४०।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
कृतपापोऽपि मनुष्यो गुरु-सकाशे आलोच्य निन्दित्वा ।
अपहृतभार भारवह इव अतिरेक-लघुकों भवति ॥४०।। ગાથાર્થ :
કરેલા પાપવાળો મનુષ્ય, ગુરુ પાસે આલોચના, નિંદા કરીને ઉતારેલા ભારવાળા મનુષ્યની જેમ, પાપભારેથી અતિ હલકો થાય છે. વિશેષાર્થ :
થપાવો વિ મજુસ્સો - જેણે પાપ કર્યા છે એવો પાપી પણ મનુષ્ય, સંસારમાં રહેલો સમ્યગુદૃષ્ટિ મનુષ્ય પાપને પાપરૂપ સમજે છે; છતાં તેનાથી પણ પાપ થઈ જાય છે, માટે તે કૃતપાપવાળો તો છે, પરંતુ તે પાપને પાપરૂપ સમજે છે. તેથી “મારાથી આ પાપ થયું છે, ક્યારે હું આ પાપથી મુક્ત થઈશ ?” આવી ચિંતાથી સતત વ્યગ્ર રહેતો હોય છે. આથી તે પાપનાશક ઉપાયો કરવામાં પણ સતત પ્રવૃત્ત રહે છે.
જિજ્ઞાસા પાવો વિ મyો ' - આ પદની અંદર પાવો ભવ નીવો' એવું લીધું હોત તો બધા જીવોનો સંગ્રહ થઈ જાત છતાં મજુસ્સો શબ્દ જ કેમ મૂક્યો?