________________
સાતમું વ્રત
છે, તો પણ દવા વગેરેમાં અજાણતાં અનુપભોગથી ક્યાંક દોષ લાગ્યો હોય તો આ પદ દ્વારા તેની નિંદા કરે છે.
૧૪૩
જ્ઞ - શબ્દ દ્વારા બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાયનું ગ્રહણ કરવાનું છે. પુદ્દે આ પલ્લે આ ગંધમણે – પુષ્પ, ફળ અને ‘’ શબ્દથી અજાણ્યાં ફળ-ફૂલ તથા સુગંધી દ્રવ્યો અને માળાના વિષયમાં,
પુદ્દે જ્ઞ - અનેક પ્રકારનાં ફૂલો અને ‘’ શબ્દથી અજાણ્યાં ફૂલો તથા જેમાં ત્રસ જીવોની વધુ ઉત્પત્તિ છે તેવાં ફૂલો,
ફૂલો ક્યારેક ખાવામાં અને વિશેષ કરી સુશોભન અને શૃંગાર માટે વપરાય છે. તેવાં ફૂલોના વપરાશનો ત્યાગ અથવા નિયમન કરવું જોઈએ.
જે ત્ર - અનેક પ્રકારનાં ફળ અને ‘અ' શબ્દથી અજાણ્યાં ફળો.
સીતાફળ વગેરે તુચ્છ ફળો, અને જેમાં ત્રસ જીવોની ઉત્પત્તિ વધુ પ્રમાણમાં થાય છે તેવાં બોર, જાંબુ વગેરે ફળોનો ત્યાગ કરવો અથવા તે વાપરવાનું પ્રમાણ નક્કી કરવું.
ગંધ - કેસર, કસ્તૂરી, કપૂર વગેરે અનેક પ્રકારનાં સુગંધી દ્રવ્યો.
મત્સ્યે હૈં – ફૂલ વગેરેની માળાઓ અને માળાના ઉપલક્ષણથી શરીર શણગાર · માટેની જે સર્વ સાધન-સામગ્રીઓ હોય તેનું પ્રમાણ નક્કી કરવું.
આ જગતમાં ભોગોપભોગ માટેની સામગ્રી સંખ્યાતીત છે. તે સર્વેનો નામોલ્લેખ આ ગાથામાં નથી, છતાં ‘મખ્ખ’ આદિ શબ્દથી શરીરની અંદર થતા ભોગની સામગ્રીઓનો સંગ્રહ કર્યો છે; અને ‘ñધમત્સ્યે' શબ્દથી બાહ્ય ભોગની સામગ્રીઓનો સંગ્રહ કર્યો છે. આથી આ ગાથામાં લખી છે તે સિવાયની ખાવાપીવાની વસ્તુઓ તથા વસ્ત્ર, પાત્ર, શય્યા આદિનું પ્રમાણ નિશ્ચિત કરવું. આ માટે દિવસ અને રાત્રિના ભોગોપભોગની સામગ્રીનું પ્રમાણ મર્યાદિત ક૨વા શ્રાવકો હંમેશાં ચૌદ નિયમો ધારે છે.
ૐ સંપૂર્ણ ભોગોપભોગ વિરમણ વ્રત ન પાળી શકાય તો પણ અવિરતિનાં અઢળક પાપોમાંથી બચવા માટે શ્રાવક સચિત્તનો ત્યાગ આદિ ચૌદ નિયમ ધારતો હોય છે; જે સામાન્યથી આ પ્રમાણે છે.
(૧) સચિત્ત = સજીવ વસ્તુ, કાચું પાણી, ફળ, મીઠું વગેરેની સંખ્યાનું નિયમન કરવું.